For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મત ગણતરીમાં ધાંધલી થઈ હોવાથી ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઝાટકો આપ્યો

મત ગણતરીમાં ધાંધલી થઈ હોવાથી ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ઝાટકો આપ્યો

|
Google Oneindia Gujarati News

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અપેક્ષા કરતાં ઓછી સીટ સાથે જીત મેળવી હતી, 99 સીટ મેળવી જીત મેળવનાર ભાજપે સત્તા તો મેળવ લીધી પણ હવે એજ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાને હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. કોંગ્રેસે મતગણતરીમાં લોચો થયો હોય ભૂપેન્દ્ર ચૂડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સિંગથી ચૂકાદો આપ્યો હતો. હાઈકોર્ટે ભૂપેન્દ્ર ચુડાસમાનીવિરુદ્ધ અને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ચૂકાદો આપતાં ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી છે.

bhupendra singh chudasama

બેલેટ પેપરની ગણતરીમાં લોચા

ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 327 મતના નજીવા માર્જિનથી ધોળકા સીટ પર જીત્યા હતા. તેમની સામે કોંગ્રેસના અશ્વિન રાઠોડે મતગણતરી વખતે બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે બંને પક્ષે સાક્ષીઓની જુબાની લેવાયા બાદ રિટર્નિંગ ઑફિસર ધવલ જાનીનું પણ ટ્રાન્સફર કરવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો.

ભાજપની સીટ ઘટીને 102 થઈ

જણાવી દઈએ કે હાઈકોર્ટના ચૂકાદા બાદ ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 102 સીટ જ બચી છે. કોંગ્રેસ પસે 68 સીટ છે, બીટીપી પાસે 2 સીટ છે, એનસીપી પાસે 1 સીટ છે અને અપક્ષ ઉમેદવારના કબ્જામાં એક સીટ છે.

વિધાનસભાની આ સીટો હજી પણ ખાલી

  • અબડાસા
  • લિંબડી
  • દ્વારકા
  • ધારી
  • ગઢડા
  • મોરવા હડફ
  • ડાંગ

સાત વાર કોરોના પોઝિટિવ થયો આ ગુજરાતી છોકરો, તબિયત ઠીક પણ વાયરસ નથી જાતોસાત વાર કોરોના પોઝિટિવ થયો આ ગુજરાતી છોકરો, તબિયત ઠીક પણ વાયરસ નથી જાતો

હાઈકોર્ટના ચૂકાદા બાદ ભૂપેન્દ્રસિંહનું મત્રિપદ ખતરામાં પડી ગયું છે. તેમણે ધોળકાથી સતત 8 વાર ચૂંટણી લડી છે. પાર્ટીમાં સમ્માનિત નેતાની શાખ ધરાવતા ચુડાસમા ભાજપની ઑફર હોવા છતા પોતાના મૂળ ચૂંટણી ક્ષેત્ર ધોળકાથી પોતાના મતદાતાઓને છોડી અન્ય સીટ પરથી ચૂંટણી લડવા માટે ક્યારેય તૈયાર નહોતા થયા.

English summary
Gujarat High Court cancelled the election of Dholka seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X