For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Breacking News: LRD ભરતીનુ વેઇટીંગ લિસ્ટ જાહેર, અહી ચેક કરો

લોકરક્ષક ભરતી-2018ના ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું છે. આ અંગે IPS વિકાસ સહાયે ટ્વિટ કરીને માહિતી આપી છે. 1327 પુરૂષ અને 1112 મહિલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયુ છે. જે વેબસાઇટ https://lrbgujarat2018.in પ

|
Google Oneindia Gujarati News

લોકરક્ષક ભરતી-2018ના ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું છે. આ અંગે IPS વિકાસ સહાયે ટ્વિટ કરીને માહિતી આપી છે. 1327 પુરૂષ અને 1112 મહિલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયુ છે. જે વેબસાઇટ https://lrbgujarat2018.in પર જાણી શકાશે. ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-2018ની વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવા હુકમ કરવામાં આવેલ છે.

LRD

લોકરક્ષક કેડર-2018 ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે 10 ડિસેમ્બર 2019ના રોજ જાહેર થયેલ આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે 24 એપ્રિલ 2020ના રોજ જાહેર થયેલ આખરી પરિણામમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને રાખી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે.

  • લોકરક્ષક કેડર-2018 પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ પુરૂષ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો...........
  • લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ મહિલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો...........

પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING દર્શાવેલ છે. તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગનાઓ હસ્તક ચકાસણી હેઠળ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

પુરૂષ ઉમેદવારોની વેઇટીંગ લિસ્ટની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓની કચેરી દ્વારા થતી હોવાથી તેઓશ્રીને મોકલી આપવામાં આવેલ છે.

જે મહિલા ઉમેદવારોની વેઇટીંગ લિસ્ટ રિમાર્કસમાં DV PENDING દર્શાવેલ છે, તે ઉમદેવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે. દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી જાણ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

English summary
Breaking News: LRD Recruitment Waiting List Announced, Check Here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X