For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

13મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ગણપત વસાવાની વરણી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 નવેમ્બરઃ 13મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે આજે માંગરોળ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની સર્વાનૂમતે વરણી કરવામાં આવી છે.

13મી ગુજરાત વિધાનસભાના પાંચમા સત્રના પ્રથમ દિવસે અધ્યક્ષી વરણી માટેની કાર્યવાહી અંતર્ગત ગૃહના નેતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અધ્યક્ષપદ માટે ગણપતસિંહ વસાવાના નામની દરખાસ્ત કરી હતી, જેને વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા સહિત ગૃહના સૌ સભ્યોએ સ્વીકૃતિ આપી હતી.

Ganpat-Vasava-elected-Speaker-of-Gujarat-Assembly-unopposed
વિધાનસભાના અધ્યક્ષ તરીકે વરાયેલા આદિજાતિ યુવા અગ્રણી ગણપતસિંહ વસાવા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ વજુભાઇ વાળાના અનુગામી બન્યા છે. તેઓ આ અગાઉ 12મી વિધાનસભામાં 24 ફેબ્રુઆરી 2011થી 26 ડિસેમ્બર 2012 સુધી વિધાનસભાના 16મા અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળી ચૂક્યા છે.

વિધાનસભાના અધ્યક્ષ તરીકે ગણપતસિંહ વસાવાની સર્વાનૂમતે વરણી થતાં ગૃહના નેતા અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા નવનિયુક્ત અધ્યક્ષને સન્માનપૂર્વક અધ્યક્ષસ્થાન તરફ દોરી ગયા હતા અને અધ્યક્ષસ્થાન ગ્રહણ કરાવ્યું હતું. સૌ સભ્યોએ પાટલી થપથપાવી નવનિયુક્ત અધ્યક્ષનું સ્વાગત કરી આવકાર્યા હતા.

વિધાનસભાના અધ્યક્ષ બનેલા ગણપતસિંહ વસાવા 13મી વિધાનસભામાં દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ વિધાનસભા મત ક્ષેત્રમાંથી ચૂંટાયા છે. તેઓ 2002થી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે જનપ્રતિનિધિની ઉમદા સેવામાં કાર્યરત છે. તેઓ ગુજરાત વિધાનસભાના 18માં અધ્યક્ષ બન્યા છે. આ અગાઉ પણ તેઓ અધ્યક્ષ પદ સંભાળી ચૂક્યા છે. આમ તેઓ બીજીવાર અધ્યક્ષપદને શોભાવી રહ્યાં છે.

English summary
Gujarat assembly today got its Speaker in southern Gujarat MLA Ganpatbhai Vasava.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X