For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમી સાથે ભાગી ગયેલી છોકરીનું ક્રૂરતાપૂર્વક શુદ્ધિકરણ, 17 લોકોની ધરપકડ

ગુજરાતના પાટણ જિલ્લામાં સમાજને કલંકિત કરે તેવી ઘટના સામે આવી છે. આ ચિંતાજનક ઘટનામાં એક છોકરીને એક પુરુષ સાથે ભાગી જવા બદલ તેનું મોઢું કાળું કરીને તેનું સરઘસ કાઠવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પાટણ જિલ્લામાં સમાજને કલંકિત કરે તેવી ઘટના સામે આવી છે. આ ચિંતાજનક ઘટનામાં એક છોકરીને એક પુરુષ સાથે ભાગી જવા બદલ તેનું મોઢું કાળું કરીને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના હારિજ શહેરમાં થોડા દિવસો પહેલા બનેલી આ ઘટનાનો એક વીડિયો શુક્રવારના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેણે સમગ્ર રાજ્યમાં આઘાતના પ્રસરાવી દીધો હતો. આ કેસમાં સ્થાનિક પોલીસે છોકરીના પરિવારના કેટલાક સભ્યો સહિત 17 લોકોની ધરપકડ કરી છે.

cruel punishment

વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક લોકો છોકરીનો ચહેરો કાળો કરીને ચહેરા પર તાવડી વડે મેસ લગાવી રહ્યા છે. જે બાદમાં યુવતીને હાથ બાંધીને જમીન પર બેઠેલી જોવા મળી હતી. તેની ઠઠ્ઠા મશ્કરી કરતા ભીડ વચ્ચે એક માણસ છોકરીના વાળ કાપી રહેલો જોઈ શકાય છે, જે દરમિયાન આ છોકરી રડી રહી હતી અને પોતાને છોડી મૂકવા માટે આજીજી કરી રહી હતી. જે બાદ આ છોકરીનું તેના કાળા ચહેરા અને મુંડન સાથે સમગ્ર વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

છોકરી વાદી સમુદાયની છે. એક પુરુષ સાથે પ્રેમ સંબંધમાં નાસી જવાને કારણે તેને "શુદ્ધ" કરવા માટે ધાર્મિક વિધિના ભાગ રૂપે તેણીને આ યાતના આપવામાં આવી હતી. આ ઘટનામાં તેના પરિવારના સભ્યો, પડોશીઓ અને તેના સમુદાયના કેટલાક સભ્યો શામેલ હતા. અહેવાલો મુજબ તે જ દિવસે તેના લગ્ન અન્ય પુરુષ સાથે કરી દેવામાં આવ્યા હતા.

હારિજ પોલીસે આ ઘટનાના સંબંધમાં 17 લોકોની ધરપકડ કરી છે, જેમાં યુવતીના પરિવારના કેટલાક સભ્યો અને પડોશીઓનો સમાવેશ થાય છે.

પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંહ ગુલાટીના જણાવ્યા અનુસાર મહિલા વાદી સમુદાયની છે. મહિલાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા, તેનો ચહેરો કાળો કરવામાં આવ્યો હતો અને તે જ્યાં રહેતી હતી, તે વિસ્તારમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. તે તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેનો ચહેરાને કાળો કરવો અને મેસ લગાવવી એ તેમના સમુદાયની એક પ્રકારની શુદ્ધિકરણ વિધિ હતી. ગુલાટીએ જણાવ્યું હતું કે, આ કાયદાની વિરુદ્ધ છે. આ ઘટનાના સંબંધમાં કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે અને 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પાટણના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, યુવતીની ઉંમર જાણી શકાઇ નથી. અમે તેણીની ઉંમરની ખાતરી કરવા માટે દસ્તાવેજો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેણીની ઉંમરના આધારે આરોપીઓ પર તે મુજબ ગુનો દાખલ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મહિલા ગયા મહિને તે પુરુષ સાથે ભાગી ગઈ હતી અને જ્યારે તે લગભગ એક અઠવાડિયા પહેલા પરત આવી ત્યારે સમુદાય દ્વારા તેની "શુદ્ધિકરણ વિધિ" કરવામાં આવી હતી.

(નોંધ - આ મહિલાની ગરિમાને જાળવી રાખવા માટે અમે આ વીડિયો પોસ્ટ કર્યો નથી)

English summary
Girl gets cruel punishment for loving someone, police arrested 17 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X