For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: 60 વીઘા પાક નિષ્ફળ ગયો, 27 વર્ષના ખેડૂતે આત્મહત્યા કરી

પાક નિષ્ફળ થવાથી આવેલી આર્થિક તંગીને કારણે ગુજરાતમાં એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

પાક નિષ્ફળ થવાથી આવેલી આર્થિક તંગીને કારણે ગુજરાતમાં એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. અહીં કલ્યાણપુરના 27 વર્ષના મેરામણભાઇ લીલાભાઇ સીડા નામના ખેડૂતે ઝહેર પી આત્મહત્યા કરી છે. 9 જાન્યુઆરી દરમિયાન તેમને ઝહેર પીધું હતું. ત્યારપછી તેમને પોરબંદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેને 60 વીઘા જમીનમાં મગફળીની ખેતી કરી હતી જે નિષ્ફળ રહી, જેને કારણે યુવકે આવું પગલું ભર્યું. તેની મૌતને કારણે ખેડૂતોમાં કોહરામ મચી ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં દેવામાફી નથી, જાણો ખેડૂતો પર કેટલું છે દેવું?

બીજાની જમીનમાં ખેતી કરતા હતા

બીજાની જમીનમાં ખેતી કરતા હતા

મૃતક મેરામણભાઇના ભાઈ કેશુભાઈ અનુસાર, મેરામણ બીજાની જમીન પર ભાગીદારીથી ખેતી કરતો હતો. આ વર્ષે પણ તેને બીજાની 60 વીઘા જમીન પર મગફળી વાવી હતી. પરંતુ વરસાદ નહીં પડવાને કારણે તેની મહેનત પર પાણી ફળી વળ્યાં. જેને કારણે તેના પર આર્થિક તંગી આવી પડી. હવે તેની મૌત પર તેની પત્ની અને 5 વર્ષની દીકરી પણ સહારો ગુમાવી ચુકી છે.

22 વર્ષના ખેડૂતે પણ આત્મહત્યા કરી

22 વર્ષના ખેડૂતે પણ આત્મહત્યા કરી

ગઈ 19 જાન્યુઆરીએ પણ એક યુવા ખેડૂતે આત્મહત્યા કરી હતી. જામજોધપુરના રબારીકા ગામમાં 22 વર્ષના રમેશ દેવસી ભાઈ મકવાણાએ ફાંસી લગાવી હતી. તેમની આત્મહત્યા પાછળ પણ પાક નિષ્ફળ થવો અને આર્થીક તંગી હતી. આર્થિક તંગીને કારણે તેમની હિંમત તૂટી ચુકી હતી. તેઓ પણ મજૂરી કરતા હતા.

સરકારે ઘણા વિસ્તારો સંકટગ્રસ્ત જાહેર કર્યા

સરકારે ઘણા વિસ્તારો સંકટગ્રસ્ત જાહેર કર્યા

રાજ્યમાં ઘણી જગ્યાઓ પર આ વર્ષે જરૂરત કરતા ઓછો વરસાદ થયો છે. જેને કારણે રાજ્યસરકાર ઘ્વારા ઘણા વિસ્તારો સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. કલ્યાણપુર વિસ્તારમાં પણ આ વર્ષે ખબ જ ઓછો વરસાદ થવાને કારણે ઘણો પાક નિષ્ફળ ગયો છે. તેને પણ રાજ્યના બીજા વિસ્તારો સાથે સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ સમય પર મદદ નહિ મળવાને કારણે ખેડૂતોનો દમ તૂટી રહ્યો છે.

English summary
Gujarat: 27-year-old farmer Killed-self in Jamnagar due to crop loss
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X