For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂએ તાંડવ મચાવ્યો, 1 રાતમાં 4 મૌત

સ્વાસ્થ્ય વિભાગ ઘ્વારા કરવામાં આવેલા પ્રયાસો છતાં પણ સ્વાઈન ફ્લૂ મામલાઓ અટકી નથી રહ્યા.

|
Google Oneindia Gujarati News

સ્વાસ્થ્ય વિભાગ ઘ્વારા કરવામાં આવેલા પ્રયાસો છતાં પણ સ્વાઈન ફ્લૂ મામલાઓ અટકી નથી રહ્યા. લોકોમાં ફલૂ સતત પોઝિટિવ મળી રહ્યો છે જેને કારણે મૌત પણ થઇ રહી છે. ગઈ કાલે રાત્રે 9 વાગ્યાથી સવારે 10 વાગ્યે ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, ગોંડલ અને રાજકોટમાં ચાર મૌત થયાની ખબર આવી રહી છે. આ વર્ષે અત્યારના 24 દિવસમાં સ્વાઈન ફ્લૂએ 15 લોકોનો જીવ લીધો છે. તેને કારણે આખા વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે.

swine flu

સતત લોકોની મૌત થઇ રહી છે

સ્વાઈન ફલૂ પીડિત 55 વર્ષની એક મહિલાએ રાત્રે 9.30 વાગ્યે રાજકોટના સરકારી દવાખાનામાં દમ તોડ્યો, જે ગોંડલના મોટા દડવા ગામની રહેવાસી છે. ત્યારપછી રાત્રે 1 વાગ્યે રાજકોટના 70 વર્ષના પુરુષ ગિરિરાજની પણ હોસ્પિટલમાં મૌત થઇ. રાત્રે 2 વાગ્યે જૂનાગઢના 50 વર્ષના પુરુષની સ્વાઈન ફ્લૂથી મૌત થઇ. સવારે લગભગ 9.30 વાગ્યે શહેરના વોક હાર્ટ હોસ્પિટલમાં ભાવનગર જિલ્લાના 57 વર્ષના પુરુષની પણ હોસ્પિટલમાં મૌત થઇ.

swine flu

છેલ્લા 24 દિવસમાં 75 લોકો પોઝિટિવ

વર્ષ 2019 ના ફક્ત 24 દિવસમાં 75 લોકોનો રિપોર્ટ સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. 15 લોકોની મૌત થઇ ચુકી છે. તેવી સ્થિતિમાં સરકારી હોસ્પિટલના અધિકારીઓએ પ્રાઇવેટ હોસ્પિટલો પર આંગળી ચીંધી છે. આ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલ દર્દી પાસેથી રૂપિયા તોડવા છેલ્લે સુધી તેનો ઉપચાર કરે છે. પરંતુ ફાયદો નહીં થવા પર દર્દીને અમારી પાસે મોકલી આપે છે. તેને કારણે સરકારી હોસ્પિટલોમાં મૌતનો આંકડો વધારે દેખાય છે.

English summary
Gujarat: 75 swine flu cases, 15 deaths this year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X