For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલાર્કની નોકરી ગઈ તો રિક્ષા ચલાવી ગુજરાન ચલાવ્યું, 28 વર્ષ બાદ પાછી મળી

ગુજરાતમાં જેતપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક તરીકે કામ કરતા યોગેશ કેલૈયાને 28 વર્ષ બાદ ન્યાય મળ્યો. યોગેશ કેલૈયાની કોઈ કારણ જણાવ્યા વગર કલાર્કની નોકરી છીનવી લેવામાં આવી હતી

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં જેતપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લાર્ક તરીકે કામ કરતા યોગેશ કેલૈયાને 28 વર્ષ બાદ ન્યાય મળ્યો. યોગેશ કેલૈયાની કોઈ કારણ જણાવ્યા વગર કલાર્કની નોકરી છીનવી લેવામાં આવી હતી, ત્યારબાદ તે પાલિકાની વિરુદ્ધ કોર્ટમાં પહોંચ્યો હતા. આ કેસ ખૂબ જ લાંબો ચાલ્યો. આ દરમિયાન યોગેશ કેલૈયા રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવા લાગ્યા હતા. જો કે, ગયા અઠવાડિયે જ્યારે હાઈકોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે આનંદથી તેમના આંસુઓ છલકી પડ્યા હતા. હાઇકોર્ટે નગર નિગમને કેલૈયાની નોકરી ફરીથી ચાલુ કરવા આદેશ આપ્યો છે. આ ચુકાદો સંભળાવતા પહેલાં હાઇકોર્ટે વર્ષ 2006 ના કોર્ટના ચુકાદાને પલટાવ્યો હતો.

clerk Yogesh Kelaiya

પત્રકારના જણાવ્યા અનુસાર, કેલૈયાના વકીલે હાઇકોર્ટમાં કેલૈયા માટે દલીલ કરી હતી કે તેમના ક્લાયંટને 1990 માં કારણ વગર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આમ, નોકરીમાંથી કાઢી મુકવું ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પયૂટ એક્ટ, 1947 ની કલમ 25 (એફ) નું ઉલ્લંઘન હતું. કેલૈયાએ આ કેસ 28 વર્ષ સુધી લડ્યો. હવે તેને આ અઠવાડિયામાં હાઈકોર્ટમાંથી ન્યાય મળ્યો છે. કલાર્કની નોકરી છોડ્યા પછી, કેલૈયાને પરિવારનો ખર્ચ ચલાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો.

કેલૈયાએ કહ્યું, “28 વર્ષથી હું રિક્ષા ચલાવી રહ્યો હતો. તે દરરોજ 100-200 રૂપિયા કમાતો હતો. 2007 માં, લેબર કોર્ટે તેના પક્ષમાં ચુકાદો આપ્યો અને જેતપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને મારી નોકરી ફરીથી ચાલુ કરવા આદેશ આપ્યો. જો કે, તે ખુશી ખુબ ઓછો સમય ટકી હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશને લેબર કોર્ટના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હવે હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને નોકરી ફરી આપવા માટે આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતનું બીજું સૌથી મોટું ડાયમંડ માર્કેટ તૂટ્યું, હજારો નોકરીઓ ગઈ

English summary
Gujarat: clerk Yogesh Kelaiya won the case in gujarat HC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X