For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ કોરોના શંકાસ્પદના અંતિમ સંસ્કાર બાદ ફોન આવ્યો, 'દર્દીની સ્થિતિ સામાન્ય છે'

ગુજરાતની સિવિલ હોસ્પિટલ પરિસરમાં સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ(જીસીઆરઆઈ)થી ચોંકાવનારો કેસ સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની સિવિલ હોસ્પિટલ પરિસરમાં સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ(જીસીઆરઆઈ)થી ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં કોવિડ-19 શંકાસ્પદ 71 વર્ષીય વ્યક્તિને હોસ્પિટલમાં મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ એ દિવસે પરિવારવાલાએ અંતિમ સંસ્કાર પણ કરી દીધા. પરંતુ પરિવાર એ વખતે ચોંકી ગયો જ્યારે તેમને હોસ્પિટલમાંથી ફોન કરીને જણાવવામાં આવ્યુ કે દર્દીની સ્થિતિ સામાન્ય છે. વિરાટનગરના રહેવાસી દેવરામભાઈ ભીસીકરને 29મેના રોજ હોસ્પિટલમાંથી મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા.

અંતિમ સંસ્કાર બાદ પરિવારને આવ્યો ફોન

અંતિમ સંસ્કાર બાદ પરિવારને આવ્યો ફોન

તેમના અંતિમ સંસ્કારના થોડા કલાકો બાદ પરિવારને ફોન આવ્યો અને જણાવ્યુ કે તેમની હાલત સ્થિર છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસના કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આગલા દિવસે એક ફોન આવ્યો, જેમાં એ કહેવામાં આવ્યુ કે દર્દીની સ્થિતિ સ્થિર છે. દેવરામભાઈના જમાઈ નિલેશ નિકતેએ કહ્યુ, '29 મેના રોજ બપોરે અમ જીસીઆરઆઈથી ફોન આવ્યો અને જણાવવામાં આવ્યુ કે તેમનુ મોત થઈ ગયુ છે, અમને તરત જ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં હું મારી મોટી બહેન સાથે પહોંચ્યો કારણકે તે કોવિડ-19 શંકાસ્પદ હતા અને તેમનો રિપોર્ટ આવવાનો બાકી હતો. અમે તેમનો ચહેરો નથી જોયો. એડમિશન સમયે આપેલા તેમના કપડા અને અન્ય વસ્તુઓની બેગ તેમની સાથે હતી એટલા માટે મને વિશ્વાસ હતો કે તે મારા સસરા છે.'

કોવિડ-19 વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા

કોવિડ-19 વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા

તેમને શુગરની બિમારી અને ખાંસીના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 28 મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એક્સ-રે બાદ કોવિડ-19 વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. સાંજ સુધી તેમને જીસીઆરઆઈ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. નિલ્શ અને દેવરામભાઈના ભત્રીજાએ 29 મેની રાતે શબના અંતિમ સંસ્કાર કરી દીધા. દેવરામભાઈને ત્રણ દીકરીઓ છે જેમાંથી બેના લગ્ન થઈ ગયા છે. અંતિમ સંસ્કાર બાદ આ લોકો રાતે 11 વાગે ઘરે પહોંચ્યા. ત્યારે દેવરામભાઈની દીકરીને રાતે 1.30 વાગે (30 મે) કૉલ સેન્ટરમાંથી ફોન આવ્યો. અજાણ્યો નંબર જોઈને તેમણે ફોન ન ઉપાડ્યો. પછી આગલા દિવસે ફરીથી ફોન આવ્યો અને જણાવ્યુ કે દેવરામભાઈનો કોવિડ-19 રિપોર્ટ નેગેટીવ છે અને તેમને નૉન-કોવિડ વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આખો પરિવાર જીસીઆરઆઈ પહોંચ્યો.

ઘરે પહોંચ્યા બાદ ફરીછી ફોન આવ્યો

ઘરે પહોંચ્યા બાદ ફરીછી ફોન આવ્યો

નિલેશે કહ્યુ, 'અમને નિર્દેશક પાસે લઈ જવામાં આવ્યા જેમણે અમને જણાવ્યુ કે વાસ્તવમાં મારા સસરાનો મૃત્યુ થઈ ગયુ છે અને કૉલ સેન્ટરમાંથી અમુક ભૂલ થઈ હતી. અમે ઘરે આવી ગયા પરંતુ ફરીથી ફોન આવ્યો. અમને ફરીથી જણાવવામાં આવ્યુ કે મારા સસરાની સ્થિતિ સ્થિર છે.' જીસીઆરઆઈના નિર્દેશક ડૉ. શશાંક પંડ્યાએ મૃત્યુ વિશે પરિવારને સૂચિત કર્યા હતા. કોવિડ-19 રિપોર્ટ બાદ પણ પરિવારને આ જ જણાવવામાં આવ્યુ.

દર્દીનુ મોત હાઈ શુગરના કારણે થયુ

દર્દીનુ મોત હાઈ શુગરના કારણે થયુ

માહિતી અનુસાર દેવરામભાઈનો રિપોર્ટ તો નેગેટીવ છે તો તેમને ટ્રાન્સફર કરવામાં આવ્યા. જે પ્રમાણે પરિવારને જણાવવામાં આવ્યુ. અધિકૃત નિવેદન અનુસાર, કર્મચારીએ પરિવારે પૂરતી સૂચના વિના સૂચિત કરી દીધા, કંટ્રોલ રૂમમાં ડ્યુટી પર હાજર વ્યક્તિને દર્દીની અંતિમ સ્થિતિની માહિતી નહોતી. આ આખી વાતમાં બેદરકારી નથી સિવાય એના કે કંટ્રોલ રૂમમાં ફરજ પર હાજર કર્મચારીને કોવિડ-19 રિપોર્ટના પરિણામની સૂચના આપી દીધી, દર્દીની અંતિમ સ્થિતિ જાણ્યા વિના. ડૉ. શશાંક પંડ્યાએ કહ્યુ કે દર્દીનુ મોત હાઈ શુગરના કારણે થઈ ગયુ હતુ. તેમનો કોરોના રિપોર્ટ પેન્ડીંગ હતો. રિપોર્ટ આવ્યા બાદ માત્ર પરિવારને આની સૂચના આપવામાં આવી.

વરસાદમાં ભીંજાયુ કેરળ, 9 જિલ્લાઓમાં યલો એલર્ટ, દિલ્લીમાં હવામાનમાં પલટોવરસાદમાં ભીંજાયુ કેરળ, 9 જિલ્લાઓમાં યલો એલર્ટ, દિલ્લીમાં હવામાનમાં પલટો

English summary
Gujarat: covid 19 suspected man declared dead by hospital after cremation said patient is stable
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X