• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત ચુંટણી: નરેન્દ્ર મોદી V/S કોંગ્રેસના ચાણક્ય

By Kumar Dushyant
|

અમદાવાદ, 14 ડિસેમ્બર: ગુજરાતમાં લાંબાગાળાથી સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ આ વખતે ભાજપના મજબૂત કિલ્લાને ફતેહ કરવા માટે પુરી તૈયારીઓ અને પ્લાનિંગ સાથે ચુંટણીના મેદાનમાં તડામાર તૈયારીઓ સાથે ઉતરી છે. કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં એ રીતે લડી રહી છે કે તે ક્યારેય આ પ્રમાણે ચુંટણી મેદાનમાં ઉતરી નથી. 2012ની વિધાનસભાની ચુંટણીમાં અહેમદ પટેલ ચાણક્યની ભૂમિકા ભજવી રહ્યાં હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

રાજકીય વિશ્લેષકો અને સામાજિક વિજ્ઞાનના વિશ્લેષકોનું માનવું છે કે ગત ચુંટણી કરતાં આ ચુંટણી અલગ છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ વિશેષજ્ઞોની વાતને નકારી રહ્યાં છે. તેમનું આમ માનવા પાછળ છે એમ મહત્વનું કારણ છે તે છે અહેમદ પટેલ. ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ ચુંટણી લડી રહ્યાં છે. જે ઘણીવાર ધારાસભ્ય રહી ચૂક્યા છે.

પરિવારના વફાદાર રણનિતિકાર

કોંગ્રેસમાં અહેમદ પટેલનો દરજ્જો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કરતાં ચડિયાતો માનવામાં આવે છે. ગુજરાતના ભરૂચમાંથી સાંસદ રહેલા અહેમદ પટેલ કેટલાક વર્ષોથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર છે.

chankaya

અહેમદ પટેલ તે નેતા છે જેમનું નામ ગુજરાત બહાર સામાન્ય પ્રજા સમક્ષ આવ્યું. 2008માં તેમના પર અમરસિંહ સાથે કેશ-ફોર-વોટ ગોટાળામાં આરોપો લાગ્યાં. દેશના એક મુખ્ય સમાચાર પત્ર માટે કોંગ્રેસ સાથે જોડાયેલા સમાચારો પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકારે અહેમદ પટેલની ભૂમિકાની વ્યાખ્યાં કરતાં કહ્યું હતું કે તેમને પરેશાન કરવા હોય તો તેમના વિશે નેગેટીવ સમાચાર છાપી દો, જો બે સારા પોઝીટીવ સમાચાર છાપવામાં આવે તો ત્રીજા દિવસે અહેમદભાઇ પટેલનો ફોન આવી જશે.

વર્ષ 2002 અને 2007ની ચુંટણી દરમિયાન અહેમદ પટેલ હાથમાં ગુજરાતની કોંગ્રેસની લગામ ન હતી પરંતુ ત્યારે નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના નામનો ઉલ્લેખ પણ કર્યો ન હતો ફક્ત દિલ્હી સલ્તનત અથવા મેડમ સોનિયા પર પ્રહારો કર્યા હતા.

આ વખતની ચુંટણીમાં નરેન્દ્ર મોદીએ કેશુભાઇ પટેલ અથવા રાજ્યના કોઇપણ નેતાનું નામ પણ લીધું નથી. પરંતુ આડકતરી રીતે તેમને અહેમદ પટેલને 'અહેમદ મિયાં' કહીને વાગબાણ ચલાવ્યાં છે.

કદાચ નરેન્દ્ર મોદીને પણ અહેમદ પટેલની સક્રિયતા અંગેનો અંદાજો આવી ગયો હતો. અગત્યની વાત છે કે સામાન્ય રીતે કોઇપણના નિવેદનની અવગણના કરનાર અહેમદ પટેલે આ વખતે નરેન્દ્ર મોદી પર વળતો પ્રહાર કર્યો જે આ પ્રકારના રાજકારણમાં ધુરંધર છે.

અહેમદ પટેલને જ્યારે નરેન્દ્ર મોદીને 'ગુજરાતના સુલ્તાન' કહીને મેણુ માર્યું તો નરેન્દ્ર મોદીને તેમની બધી સભાઓમાં તેનો જવાબ આપવો પડ્યો. નહીંતર કોંગ્રેસના અન્ય નેતાઓ સાર્વજનિક રૂપથી પોતાની વિરૂદ્ધ કહેડાવી શક્યા છે. આ ગૌરવની વાત છે કે વર્તમાન કોંગ્રેસ એટલે વિપક્ષી નેતાઓએ કંઇક તો મેળવ્યું.

'ભવિષ્યને સુરક્ષિત કરવાની લડાઇ'

ગુજરાતના બીજા એજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષનું કહેવું છે કે અહેમદ પટેલ પણ નરેન્દ્ર મોદીની જેમ પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા લડાઇ લડી રહ્યાં છે. પાર્ટીમાં દિગ્વિજય સિંહ, ગુલાબ નબી આઝાદ અને અંબિકા સોની જેવા નેતાઓના મોઢા બંધ કરવા અહેમદ પટેલે સાબિત કરવાનું છે કે તે પણ રાજકારણના મેદાનમાં ઉતરી લડાઇ લડી શકે છે. અહેમદ પટેલ વર્ષ 1977 થી 1989 સુધી ત્રણ વાર ભરૂચ લોકસભા સાંસદ રહી ચૂક્યાં છે. પરંતુ ત્યારપછી તે સતત ચાર વખત રાજ્યસભાના સભ્ય પણ છે.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષનું કહેવું છે કે નરેન્દ્ર મોદીને હરાવવાથી કે રાજકીયરૂપથી નબળા પાડ્યા બાદ ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી અંગત માણસ તરીકે ઓળખાતા અહેમદ પટેલની જગ્યા રાહુલની ટીમમાં પાક્કી થઇ જશે. એટલા માટે જ અહેમદ પટેલ દક્ષિણ ગુજરાતને ખૂદી વળીને ચૂંટણી સભા યોજી રહ્યાં છે અને ખાસ્સી એવી ભીડ એકઠી કરી રહ્યાં છે.

કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ચુંટણી પ્રચારમાં જાહેરાત અભિયાન અને ટીકીટ ફાળવણીથી માંડીને એક-એક અસંતુષ્ટ ઉમેદવારને ફોન કરીને મનાવવામાં અહેમદ પટેલની મહત્વની ભૂમિકા ભજવી છે.

અહેમદ પટેલની અસરનું મહત્વ સમજાવતાં કોંગ્રેસ નેતા કહે છે કે આ અગાઉની ચુંટણીમાં નરેન્દ્ર મોદી એજંડા સેટ કરતા હતા અને અમે તેનો જવાબ આપતાં હતા. પરંતુ આ વખતે નરેન્દ્ર મોદી અમારા નારા 'દિશા બદલો દશા બદલો' નારા અંગે દરેક સભામાં બોલતાં ફરે છે.

lok-sabha-home

English summary
Congress is powerless since years in Gujarat, so this time party leaders are fight election with proper planning and preparing so they can beat BJP in many manners.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more