75 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, 17મી ફ્રેબુઆરીએ યોજાશે

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે રાજયના ચૂંટણી આયોગના કમિશ્નર વરેશ સિંહા અને સચિવ મહેશ જોષીએ જોઇન્ટ પ્રેસવાર્તા કરીને 75 નગરપાલિકાઓની સામાન્ય અને પેટા ચૂંટણીની તારીખે અંગે સ્પષ્ટતા આપી હતી. નોંધનીય છે કે 75 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી માટે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ મતદાન કરાવવામાં આવશે. તથા મતગણતરીની તારીખ 19 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. આ માટે કરીને આજ થી આચારસંહિતા લાગુ કરવાની જાહેરાત પણ પ્રેસકોન્ફર્ન્સમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીની જેમ જ આ પેટા ચૂંટણીમાં પણ નોટાનુ બટન હશે. વધુમાં 17 ફેબ્રુઆરીના રોજ રાજ્યના 2763 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા કરાવવામાં આવશે.

Gujarat Election

આ સમયે સુરક્ષા અને સલામતીનો માહોલ બની રહે તે માટે રાજ્યના 15616 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ ફરજ બજાવશે. નોંધનીય છે કે આ માટે 3 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર ભરીને આપી દેવા પડશે. અને ઉમેદવારી પત્ર ચકાસવા 5 મી ફેબ્રુઆરી અને પરત લેવા માટે 6 ફેબ્રુઆરીની તારીખ નિર્ધારીત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠકો પર જ જીતેલી ભાજપ સરકારને ટૂંકા ગાળામાં પેટા ચૂંટણી માટે ફરી કમર કસવી પડશે. કારણ કે આ વખતે સફળ વિપક્ષ તરીકે આવ્યા પછી કોંગ્રેસ ભાજપની મુશ્કેલી ચોક્કસથી વધારશે. ત્યારે વિધાનસભા પછી થઇ રહેલી આ પેટા નગરપાલિકાની ચૂંટણી પણ ભાજપ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.

English summary
Gujarat : Municipal elections in 75 Municipalities will be held on 17th February.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.