2002માં તેવું શું થયું હતું જેનાથી બચવા માયાબેને શાહને બોલાવ્યા

Posted By:
Subscribe to Oneindia News

વર્ષ 2002માં તેવી ગોધરાકાંડ પછી તેવી કેટલીક ઘટનાઓ થઇ હતી જેનાથી પીછો છોડાવાની કોશિષ આજે પણ ભાજપ અને તેના નેતાઓ કરી રહ્યા છે. આમાંથી એક ઘટના નરોડા પાટિયાની જેમાં 11 જેટલા લધુમતી કોમના લોકોની મોત થઇ હતી. ગોધરામાં જ્યારે કારસેવકોને બાળવામાં આવ્યા હતા તે પછી ગુજરાતમાં કોમી તોફાનો શરૂ થઇ ગયા હતા. 2002ના આ જ એક કેસ નરોડા પાટિયામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ કેસના મુખ્ય આરોપી માયા કોડનાનીના તરફેણમાં જુબાની આપી છે. ત્યારે શું છે આ કેસ તે અંગે જાણો વધુ અહીં...

કોણ છે માયા કોડનાની

કોણ છે માયા કોડનાની

નોંધનીય છે કે માયા કોડનાની આ કેસની મુખ્ય આરોપી છે. અને 31 ઓગસ્ટ 2012માં આ મામલે કોડનાનીને દોષી જાહેર કરીને તેમને 28 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. તે પછી ખરાબ તબિયતના કારણે માયા કોડનાની હાલ જમાનત પર બહાર છે. કોડનાનીને જે ધારા હેઠળ સજા સંભળાવવામાં આવી છે તે મુજબ તેમને 10 વર્ષ અને 18 વર્ષની સજા કહેવામાં આવી છે.

શાહે શું કહ્યું?

શાહે શું કહ્યું?

શાહે અદાલતમાં આજે કહ્યું કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ સવારે 8:30 વાગે વિધાનસભા સત્ર હતું. તોફાનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે પછી 9:30 થી 9:45 સુધી તે સિવિલ હોસ્પિટલ ખાતે હતા. અને ત્યાં તે માયા કોડનાનીને મળ્યા હતા. તેમણે કહ્યું કે હોસ્પિટલની બહાર ભારે ભીડ હોવાના કારણે પોલીસે મને અને માયા કોડનાનીને પોલીસની કારમાં બેસાડીને લઇ ગઇ હતી. તેમણે કહ્યું કે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેમણે કોડનાનીને નહતા જોયા પણ જ્યારે તે પાછા ફરી રહ્યા હતા ત્યારે કોડનાનીને તેમને જોયા હતા. અને તે સમયે સવારના 11:00 થી 11:15 થયા હતા.

શું છે સમગ્ર કેસ

શું છે સમગ્ર કેસ

નોંધનીય છે કે અમદાવાદમાં નરોડા ગામમાં વર્ષ 2002માં નરસંહાર થયો હતો. 9 અલગ અલગ જગ્યાએ કોમી તોફાનો અને હિંસા થયા હતા. જેમાંથી નરોડા પાટિયા પણ હતું જેમાં 11 મુસ્લિમ લોકોની મોત થઇ હતી. આ મામલે કુલ 82 લોકો વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે. નરોડા પાટિયા કેસમાં જ્યાં એક તરફ અનેક સાક્ષીઓનું તેમ કહેવું છે કે તે માયા કોડવાનીની આગેવાનીમાં ગુસ્સે ભરાયેલું ટોળું આવ્યું હતું. ત્યાં જ આજે અમિત શાહે તેમ કહ્યું છે કે આ સમયે માયા કોડવાની સિવિલ હોસ્પિટલ ખાતે હતા.

માયા કોડનાની

માયા કોડનાની

નોંધનીય છે કે માયા કોડનાની તે સમયે ગુજરાત સરકારની મંત્રી હતી. તે સમયે માયા કોડનાની પર અમિત શાહ અને નરેન્દ્ર મોદીના ચાર હાથ છે તેમ માનવામાં આવતું હતું. જો કે આ ઘટના પછી બન્ને નેતાઓએ તેમનાથી દૂરી બનાવી દીધી હતી. ત્યારે આટલા વર્ષો પછી જ્યારે કોર્ટે અમિત શાહને આ કેસમાં સાક્ષી તરીકે બોલાવ્યા ત્યારે ફરી એક વાર અમિત શાહે માયાબેનની તરફેણના સાક્ષી આપી છે.

 
English summary
Naroda Gam Massacre Know about Naroda Gam Massacre 2002 gujarat case and Maya kodnani
Please Wait while comments are loading...