For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાઇને ગંભીર ગુપ્ત રોગ હોવાની સંભાવના

|
Google Oneindia Gujarati News

સુરત, 8 ડિસેમ્બર: 58 દિવસો સુધી રાજ્યોની પોલીસને છેતર્યા બાદ પોલીસની પકડમાં આવેલા બળાત્કારના આરોપી નારાયણ સાઇ ગુપ્ત રોગનો શિકારી છે. નારાયણ સાઇએ પોતે ડોક્ટરને ગુપ્તાંગમાં તકલીફ હોવાનું જણાવ્યું છે.

સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં થયેલી મેડિકલ તપાસ દરમિયાન નારાયણ સાઇએ ડોક્ટરને ગુપ્તાંગમાં સમસ્યા હોવાનું જણાવ્યું. નારાયણની તપાસ કરનાર સિવિલ હોસ્પિટલની સીએમઓ નિશા ચંદ્રાનું કહેવું છે કે નારાયણે જે તકલીફનો ખુલાસો કર્યો છે તે, સૌથી વધારે મહિલાઓની સાથે શારિરીક સંબંધ રાખવાના કારણે પણ થવાની સંભાવના છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર નારાયણ સાઇને કઇ બીમારી છે તેનો ખુલાસો તો મેડિકલ તપાસ બાદ જ સામે આવી શકશે. પરંતુ ગુપ્ત રોગ અંગે તેની ચુપ્પી તોડવા પર કંઇક ખાસ વાત ઇશારો થઇ રહ્યો છે. આવનારા સમયમાં આ ગુપ્ત રોગ નારાયણ સાઇ વિરુધ્ધ મોટો પૂરાવો બની જાય તેમાં કોઇ શંકાને સ્થાન નથી.

narayan sai
ઉલ્લેખનીય છે કે નારાયણ સાઇના પિતા આસારામ બાપૂએ પણ કંઇક આવી જ બિમારી હોવાની વાત કરી હતી. તેમણે જેલમાં મહિલા વૈદ્યની માંગ પણ કરી હતી જેથી કેમની ત્રિનાડી શૂલ નામની બિમારીની સારવાર કરવામાં આવી શકે.

ઉલ્લેખનીય છે કે આસારામ બાપૂ પણ એક સગીર યુવતીના પર બળાત્કાર ગૂજારવાના આરોપમાં જેલમાં બંધ છે. આસારામે જ્યારે પોતાના ગુપ્ત રોગ અંગે વાત કરી હતી ત્યારે પણ વિવાદ વકર્યો હતો. જ્યારે સુરત પોલીસે નિર્ણય કર્યો છે કે આવતા છ દિવસોની પોલીસ કસ્ટડી દરમિયાન તેઓ નારાયણ સાઇ સાથે પૂછપરછ કેમેરાની સામે જ કરશે, જેથી બાદમાં કોર્ટમાં પહોંચીને તેઓ પોતાના નિવેદનથી પલટી ના શકે.

English summary
Self-styled godman Asaram's son Narayan Sai, accused of sexually assaulting a city-based woman at his ashram, was today taken to a civil hospital for a potency test in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X