For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના ધોલેરા સર - ગિફ્ટ સિટીને કેન્દ્ર સરકારની સ્માર્ટ સિટી યોજનાનો લાભ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 જુલાઇ : કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રજૂ કરેલા બજેટમાં દેશમાં તૈયાર કરવાના 100 સ્માર્ટ શહેરોના વિકાસ માટે રૂપિયા 7,600 કરોડની ફાળવણીની દરખાસ્ત કરી છે. આ 100 સ્માર્ટ સિટિમાં ગુજરાતના ધોલેરા સર અને ગિફ્ટ સિટીનો સમાવેશ થશે.

કેન્દ્ર સરકારના બજેટમાં ગુજરાતને કેન્દ્રમાં રાખીને આ પણ લાભ થયો છે. આ યોજનાના અમલીકરણથી ધોલેરા અને ગિફટ સિટીનો વિકાસ ઝડપથી આગળ વધી શકશે. જો કે કેન્દ્ર સરકારે ફાળવેલા રૂપિયા 7,600 કરોડમાંથી ક્યાં કેટલી ફાળવણી કરવામાં આવશે તે નક્કી નહીં હોવાથી ગુજરાતના આ બે પ્રોજેક્ટમાં કેટલું ફંડ મળશે તેની સ્પષ્ટતા થઇ શકી નથી.

gc-11

ધોલેરા સ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (સર - SIR)માટે જંગી ભંડોળની જરૂર છે તેવા સમયે કેન્દ્ર સરકારની સહાયથી રાજય સરકારને મોટી રાહત થશે. આ ઉપરાંત ધોલેરા પાસે ઇન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ વિકસાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં તૈયાર થઇ રહેલા ગિફટ સિટીને ઇન્ટરનેશનલ ફાયનાન્સ કંપનીઓનું હબ બનાવવાની યોજના છે.

પોતાના બજેટ ભાષણમાં નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે મોટા શહેરોના સેટેલાઇટ શહેરોને વિકસાવવાનું અને હાલના મધ્યમકદના શહેરોને આધુનિક બનાવવાનું વડાપ્રધાનનું વિઝન છે. આ વિકાસનો લાભ મોટાભાગના લોકો સુધી પહોંચી રહ્યો છે તો તેની સાથે સાથે ગ્રામ્ય ક્ષેત્રોમાંથી શહેરો તરફ લોકો પ્રયાણ પણ કરી રહ્યા છે.

નોંધનીય છે કે સ્માર્ટ શહેરોના વિકાસને પ્રોત્સાહન આપવા માટે એફડીઆઇ માટે મૂડી જરૂરિયાતની શરત હાલના એક કરોડ ડોલરથી ઘટાડીને 50 લાખ ડોલર રાખવામાં આવી છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષનો લોકઇન પીરિયડ રાખવામાં આવ્યો છે. આ સાથે એફોર્ડેબલ હાઉસિંગ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચના ઓછામાં ઓછા 30 ટકા કામકાજ પૂર્ણ થયેલાં પ્રોજેક્ટોને લઘુતમ બિલ્ટ અપ એરિયા અને કેપિટેલાઇઝેશનની જરૂરિયાતમાંથી મુક્તિ અપાશે.

English summary
Gujarat's Dholera SIR and GIFT city will developed under Central Government's Smart City Project.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X