જીતુ વાઘાણી: કોઈ એક સમાજને અનામત કેવી રીતે આપી શકાય?

Subscribe to Oneindia News

ગાંધીનગર: વિધાનસભાના બજેટસત્રના નવમાં દિવસે રાજ્યપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવ વખતે ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુ વાઘાણીનું પોતાના સંબોધન વખતે અનામતનો મુદ્દો છંછેડ્યો હતો. આ મામલે ભાજપ અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ ગૃહ માં અનામતનો મુદ્દો બોલતા કોંગ્રેસ પર આક્ષેપ કર્યો કે અનામત મુદ્દે કોંગ્રેસ ઉશ્કેરણી કરી અરાજકતા ફેલાવી રહી છે. સાથે જ તેમણે જણાવ્યું કે કોંગ્રેસ જાહેર કરે કે હાલની સ્થિતિમાં કોઈ એક જ્ઞાતિને અનામત કઇ રીતે મળી શકે? તેમણે કહ્યું કે કોઈ એક સમાજને અનામત કેવી રીતે આપી શકાય?

jitu


આ ઉપરાંત વધુમાં જીતુ વાધાણીએ આગામી ચૂંટણીઓ બાદ પણ ભાજપની સરકાર બનશે તેવો પણ દાવો વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે યુપીએ સરકારે તેમના સમયે રાજ્ય સરકાર પ્રત્યે ભેદભાવ રાખ્યો હતો. તેમણે રાજ્યપાલના સંબોધન અને પ્રશ્નોત્તરી સમય દરમિયાન કોંગ્રેસે કરેલો વિરોધ અયોગ્ય કહ્યો. અને જણાવ્યું કે ભાજપ સરકારે સર્વાંગી વિકાસ અને લોકોની સુખકારીનું ધ્યાન રાખ્યું છે. પારદર્શક વહીવટ એ ભાજપ સરકારનું જમા પાસું છે. અને કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો અને છેવડા ના માનવીની ચિંતા કરે છે.

જો કે અનામત મુદ્દે ભાજપ ના આરોપોને ફગાવતા કોંગ્રેસે ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલએ નિવેદન આપ્યું કે કોઈ જ્ઞાતિ ને અનામત કેવી રીતે અપાયએ કોંગ્રેસની સરકાર બનશે એટલે બતાવીશું. વધુમાં તેમણે કહ્યું કે જો ભાજપ અનામત ના આપી શકતી હોય તો અમને પૂછવાની જરૂર નથી. અનામત શક્ય નહોતી તો કયા આધારે ઇબીસી આપ્યું હતું તેવું પણ તેમણે પુછ્યું હતું. તેમણે સરકાર પર તે પણ આરોપ લગાવ્યો કે કોઈ પણ સર્વે વગર ઇબીસી આપીને લોકોને છેતરવામાં આવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે અનામત આપવાની ભાજપની કોઈ દાનત નથી.

English summary
Jitu Vaghani discuss reservation topic in gujarat assembly. Read more on it.
Please Wait while comments are loading...