શહીદ ગોપાલ સિંહ ભદોરિયાનો પાર્થિવ દેહ પંચ તત્વોમાં થયો લીન

Posted By:
Subscribe to Oneindia News

રવિવારે કાશ્મીરના કુલગામમાં હિજબુલ મુઝાઇદ્દીનના આતંકીઓએ હુમલા વખતે શહીદ થયેલા અમદાવાદના લાન્સ નાયક ભદોરિયા ગોપાલ સિંહનો પાર્થિવ દેહ સોમવારે બપોરે 3:30 વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો. આ પ્રસંગે શહીદ ગોપાલભાઇના પાર્થિવ શરીરને શ્રદ્ધાજંલિ અર્પિત કરવા માટે શંકરસિંહ ચૌધરી સમેત અનેક રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. તેમણે શહીદને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

body
gopal sing

Read also: કાશ્મીરમાં અમદાવાદના જવાન ગોપાલભાઇ સિંહ થયા શહીદ

તે પછી તેમના પાર્થિવ દેહને બાપુનગરમાં સ્થિત માં શક્તિ સોસાયટી ખાતે તેમના નિવાસ સ્થાને લઇ જવાયો હતો . જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો દેશના આ વીર શહીદની એક ઝલક જોવા માટે ઊમટી પડ્યા છે. લોકોએ શહીદ ગોપાલ સિંહ અમર રહોના નારા સાથે શહીદના પાર્થવ દેહને તેના ઘરની શેરીમાં લાવ્યો હતો. શહીદના પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચતા જ તેમના પરીવારજનો શોકગ્રસ્ત થઇ ગયા હતા. અને સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું હતું.

body

શહીદના પરિવારે શહીદની મોત અંગે બોલતા જણાવ્યું કે તેમણે શહીદ ગોપાલભાઇની શહીદ પર ગર્વ છે. નોંધનીય છે કે શહીદ ગોપાલભાઇના નિધન બાદ રાજ્ય સરકાર દ્વારા તેમના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. એટલું જ નહીં છેલ્લા 18 વર્ષથી સેનામાં ફરજ બજાવતા ગોપાલભાઇએ તાજ હુમલા વખતેે પણ આતંકીઓ સામે લડત આપી દેશની સેવા કરી છે. ત્યારે ગુજરાતના વીરને અમે શ્રદ્ધાજંલી અર્પિત કરીએ છીએ.

English summary
Martyr Lance Naik Bhandoriya Gopal Singh dead body reached Ahmedabad. Read here more news on it.
Please Wait while comments are loading...