• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદીએ રાઇટ ટૂ રિજેક્ટને આવકાર્યો, અનિવાર્ય મતદાન પર ચર્ચા જરૂરી

|

ગાંધીનગર, 27 સપ્ટેમ્બર: આજે દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણીને લગતો મહત્વનો અને ઐતિહાસિક ચૂકાદો આપી દેશના રાજકીય દળોને અને દાગી નેતાઓને જોરદાર ઝટકો આપ્યો. સુપ્રીમ કોર્ટે આજે 'રાઇટ ટૂ રિજેક્ટ' કાયદાને મંજૂરી આપી દીધી, જે અંતર્ગત હવે ઇવીએમ મશીનમાં 'કોઇ નહીં'નો પણ વિકલ્પ રાખવામાં આવશે. જેના થકી મતદારો પોતાના તમામ ઉમેદવારોને રિજેક્ટ કરી શકશે. આ નિર્ણયને લઇને દેશની તમામ રાજકીય પાર્ટીઓમાં એક પ્રકારની ચિંતા જોવા મળી રહી છે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને બીજેપી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગ પર દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા લેવાયેલા આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

મોદીએ પોતાના બ્લોમાં જણાવ્યું કે 'હું આ નિર્ણયનું દિલથી સ્વાગત કરું છું. મને વિશ્વાસ છે કે આ નિર્ણયને પગલે આપણા દેશની રાજનીતિ પર લાંબી હકારાત્મક અસર પડશે અને ચૂંટણીક્ષેત્રે સુધારા થકી આપણી લોકશાહી વ્યવસ્થા વધુ વાઇબ્રન્ટ અને લોકભાગીદારીયુક્ત બનશે.'

મિત્રો, હું ઘણા લાંબા સમયથી રાઇટ ટૂ રિજેક્ટના કાયદાની હિમાયત કરી રહ્યો હતો. આ કાયદા વગર સિસ્ટમમાં કઇક ખૂટતું હોય તેવું લાગતું હતું. જો એક બેઠક માટે દસ ઉમેદવારો ઉભા થતા ત્યારે મતદારો આ દસે દસમાંથી કોઇ એક પર અનિવાર્યપણે પસંદગી લગાવવી પડતી પરંતુ હવે આ ચૂકાદા થકી મતદાતાઓ પોતાનો રોષ વ્યક્ત કરીને તમામે તમામ ઉમેદવારોને રિજેક્ટ કરી શકે છે. આવું કરીને મતદાતાઓ દરેક ઉમેદવાર અને તેમની પાર્ટીને એવું જતાવી શકે છે કે તેમને તેમનો ઉમેદવાર અને પક્ષની પોલીસી પસંદ નથી. જેના દ્વારા એક મજબૂત સંદેશો તમામ દળને જશે કે મતદાતાઓ તેમના ઉમેદવાર અથવા તેમની પાર્ટીને શા માટે રિજેક્ટ કરી રહ્યા છે? જેથી કરીને તે વધારે જવાબદાર બનશે.

કેટલીક પાર્ટીના મિત્રો આગામી લોકસભા ચૂંટણીમાં રાઇટ ટૂ રિજેક્ટ હોવાને લઇને સંશયમાં છે, જોકે એમાં નવાઇની વાત નથી. અમે એક બિલ પસાર કર્યું હતું 'ફરજિયાત મતદાન' અંગેનું, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેનો વિરોધ કર્યો. આ બિલ બે વખત પાસ થયું, એકવાર 2008માં અને બીજીવાર 2009માં પરંતુ બંને વખત ગવર્નર દ્વારા અટકાવી દેવામાં આવ્યું.

'ફરજિયાત વોટિંગ'ના પર ઘણા બધા ફાયદા છે, જેના અમલથી પણ આપણી લોકશાહી મજબૂત બની શકે છે. જે લોકો રૂપિયાના જોરે ચૂંટણી લડે છે તેમના માટે તે ભય બની રહેશે. ઘણા નાગરિકો એ વાતથી નારાજ છે કે ખૂબ બધું નાણું ચૂંટણી પાછળ ખર્ચવામાં આવે છે. જોકે ફરજિયાત વોટિંગ આવવાથી, મધ્યમ અને ઉચ્ચવર્ગના તમામ લોકોને ઘરમાંથી બહાર નીકળી મતદાન કરવું પડશે, તેનાથી બનશે એવું કે ઉમેદવાર મતદાતાને ખરીદી શકશે નહીં.

તમારામાંથી લોકો માટે એ પૂછવું સ્વાભાવિક છે- શું રાઇટ ટૂ રિજેક્ટ અને ફરજિયાત મતદાન થકી રાઇ ટૂ એક્સપ્રેશનનું ઉલ્લંઘન નહીં થાય? ના, હું કહીશ કે તે તમારી અભિવ્યક્તિને પૂર્ણ કરે છે. હાલમાં તમે કોઇ એક પાર્ટી અથવા વ્યક્તિની પસંદગી કરીને માત્ર અભિવ્યક્તિનો અડધો જ લાભ મેળવી રહ્યા છો. ભવિષ્યમાં આપ ઉમેદવારને રિજેક્ટ કરીને સંપૂર્ણ અભિવ્યક્તિનો અધિકાર મેળવી શકશો.

અને આમાં મતદારો પાસે કંઇક આંચકી લીધા જેવું કંઇ નથી. જો બાળકો માટે ફરજિયાત શાળાની હિમાયત થતી હોય તો શું આપણે તેમની પાસેથી તેમનું બાળપણ છીનવી લઇશું?

narendra modi
એકવખત મહાત્મા ગાંધીજીને કોઇએ પૂછ્યું કે લોકોના મૂળભૂત અધિકારો કયા? ગાંધીજીએ જણાવ્યું કે મુદ્દો મૂળભૂત અધિકારનો નથી પરંતુ મૂળભૂત ફરજોનો છે, જો તમે તમારી મૂળભૂત ફરજો યોગ્ય રીતે નિભાવો તો તમારી મૂળભૂત ફરજો એની જાતે રક્ષિત થઇ જાય છે, અને જો આપણે આપણી ફરજો યોગ્ય રીતે નિભાવીશું તો આપણી લોકશાહીનું રક્ષણ થઇ જશે.

પરંતુ મિત્રો જ્યારે આપણે રાઇટ ટૂ રિજેક્ટ અને ફરજિયાત વોટિંગની સારી એવી વાત કરતા હોઇએ ત્યારે આ ચર્ચા ત્યારે અર્થવિહોણી બની જાય છે જ્યારે તમે મતદાતા તરીકે પોતાનું નામ રજિસ્ટર્ડ ના કરાવ્યું હોય. હું આ 18થી 24 વર્ષની ઉંમરના જુવાનીઓને કહી રહ્યો છું, જેમણે હજી સુધી પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવ્યું નથી. આનાથી મોટી કોઇ બીજી કોઇ કમનસીબી નથી. ચૂંટણી પંચ દ્વારા આખા દેશમાં આ અંગેની એક ઝૂંબેશ ચલાવવામાં આવી છે, મારી પણ તમને અપિલ છે કે આ ઝૂંબેશનો લાભ ઉઠાવો અને પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવો. એવી જ રીતે હું મારા એનઆરઆઇ મિત્રોને ખબર નથી કે તેઓ પણ વોટિંગ કરી શકે છે, તેમને પણ મારી અપિલ છે કે ચૂંટણી પંચની વેબસાઇટ પર જઇને આ અંગેની માહિતી મેળવી લો અને વોટિંગ જરૂર કરો.

આપણા બધા થકી જ લોકતંત્ર મજબૂત બની શકે છે. એક મતદાતા તરીકે, આપણે આપણા દેશના 'ભાગ્ય વિધાતા' છીએ. આજે જે કઇપણ સુપ્રીમ કોર્ટે કહ્યું એ અદ્ભૂત પગલું છે. પરંતુ હવે આપણે એક થઇને આને અમલમાં મૂકીએ, અને આપણા દેશની લોકશાહીને મજબૂત બનાવીએ જેથી આવનારા દિવસોમાં આપણું રાષ્ટ્ર ઝગમગી ઉઠે!

English summary
Narendra Modi accepted a decision of supreme court over Right to Reject.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more