For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2020 માટે આજથી જ નક્કર પાયો નાખ્યો છે : નરેન્દ્ર મોદી

|
Google Oneindia Gujarati News

narandra-modi
ગાંધીનગર, 9 જાન્યુઆરી : આજે ગાંધીનગર પાસે આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ફોર એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ (ICAI)ના ઉદઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને આશ્ચર્યમાં મૂકીને અંગ્રેજીમાં સંબોધન કર્યું હતું. અંગ્રેજીમાં પોતાની વાત વિસ્તારપૂર્વક કહ્યા બાદ તેમણે હિન્દીમાં પણ સંબોધન કર્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ભાગરૂપે યોજવામાં આવેલી ઇવેન્ટના ભાગ રૂપે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અમે જ્ઞાનની સદીને ખરા અર્થમાં સાર્થક કરવા માટેનો પ્રયાસ આ ઇવેન્ટથી કરી રહ્યા છીએ. આ પ્રસંગે ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ યુનિવર્સિટી ઓફ લેર્કશાયર, યુકે, યુનિવર્સિટી ઓફ સસ્કતુન વગેરે સાથે એમઓયુ પણ કર્યા હતાં.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મને આનંદ છે કે ICAIની બીજી આવૃત્તિમાં ખૂબ સુંદર પ્રતિભાવ મળ્યો છે. 56 દેશોની સંસ્થાઓએ તેમાં ભાગ લીધો છે. 21મી સદી એ જ્ઞાનની સદી છે. દરેક સપ્તાહે શિક્ષણ, સંશોધન અને વિકાસમાં નવા આયામો ખૂલી રહ્યા છે. માનવ વિકાસના ક્ષેત્રમાં જ્ઞાન તમામ દરવાજા ખોલે છે. માટે જ્ઞાન ખૂબ મહત્વનું છે.

ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અત્યાર સુધી તેની પહોંચ મર્યાદિત હતી. હવે સમાજનો મોટો ભાગ નોલેજ સોસાયટીના નિર્માણમાં ભાગ બન્યો છે. જ્ઞાનએ સમાજના બંધારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેમાંથી દરેકને વ્યક્તિગત લાભ મળે તેવા પ્રયાસો કરવા જોઇએ. ગુજરાત ગ્લોબલ કોમ્યુનિટિનો ભાગ બનવા માટે રિસર્ચ, ઇનોવેશન અને સ્કીલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે.

ભારતમાં 2500 વર્ષ પહેલા શૈક્ષણિક સંસ્થાઓ, તક્ષશીલા, વલ્લભી, નાલંદા તમામ પ્રકારના જ્ઞાનનો ભંડાર હતી અને વિશ્વવિખ્યાત હતી. અમે અમારા ઇતિહાસમાંથી ઘણું શીખ્યા છે અને સાંપ્રત સમયમાં વૈશ્વિત સ્તરે જે શૈક્ષણિક સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયો છે તેમની પાસેથી ઘણું શીખ્યા છે. તેમાંથી નવા વિચારો અને નવસંસ્કરણ કરી રહ્યા છે.

ગુજરાત એજ્યુકેશનલ ઇનોવેશન કમિશન અને આઇક્રિએટ નામથી ગુજરાત સરકારે શરૂ કરેલી સંસ્થાઓ વિદ્યાર્થીઓને વાસ્તવિક માર્કેટમાં તાલમેલ કરી આપવામાં મદદરૂપ બને છે. આ માટે અમે ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ્સ અને ઉદ્યોગગૃહોની મદદ મેળવીને આઇટીઆઇને પીપીપી રીતે વિકસાવી છે. અમે વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કીલ અને આઇટીમાં કુશળ બનાવવા માટે સ્કોપ જેવા કાર્યક્રમો શરૂ કર્યા છે. જેના કારણે તેઓ તમામ રીતે તૈયાર બની શકે.

અમે સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સચેન્જ અંગે વિચારી રહ્યા છીએ. આમ કરવાથી જ્ઞાનનો વિસ્તાર થશે. ગુજરાતી આ બાબતને ભાવિ મૂડી રોકાણ તરીકે જોવે છે. અમે ઉચ્ચ શિક્ષણ માટે એક કાયમી ફોરમ શરૂ કરવા ઇચ્છીએ છીએ. જે ગ્લોબલ નેટવર્કિંગના માધ્યમથી સતત શિક્ષણક્ષેત્રે વિકાસ માટે વિચારે. જેમાં સમાજની દરેક વ્યક્તિ તેનો હિસ્સો બને.

મારું સપનું છે કે સમાજના નવયુવાનો તેમની ઇચ્છાથી વિવિધ કોર્સની પસંદગી કરે અને તેમના માચે શિક્ષણની યુનિવર્સલ પહોંચ શક્ય બને. આ પ્રકારના સમાજની રચના આ કોન્ફરન્સથી જ શરૂ થઇ ગઇ છે. આ માટે તમે દૂર દૂરથી અહીં આવ્યા છો. હું તમને ખાતરી આપું છું કે ગુજરાતમાં અમે કશુંક કરવાનો નિર્ણય લઇએ ત્યારે તે કામ પૂરું કરીને જ જંપીએ છીએ. જો રસ્તામાં ક્યાંક અડચણ નડે તો તે દૂર કરીને આગળ વધીએ છીએ. મને આશા છે કે આ કોન્ફરન્સ બધા જ માટે લાભદાયી રહેશે.

ત્યાર બાદ હિન્દીમાં બોલતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આટલી સારી વેસ્ટર્ન ડીશ ખાધા બાદ ઇચ્છા થાય જ છે કે દાળ-ભાત મળી જાય તો સારું. મિત્રો આજની આ ઇવેન્ટનું જે દ્રશ્ય છે. પાછલા 10 વર્ષોમાં એક વર્ષ પર એક વાર પણ તે યોજવામાં આવી હોત તો બીજા 10 વર્ષ સુધી તેના પર ચર્ચા કરી શકાત. અમે વાઇબ્રન્ટ શરૂ કર્યું છે તેના પૂર્ણ રૂપને બહુ ઓછા લોકો સમજી શક્યા છે. છતાં કેટલાક લોકો તેમની રીતે આ અંગે વાતો કરી રહ્યા છે.

15 દિવસ પહેલા ચૂંટણીના કારણે કોડ ઓફ કન્ડક્ટમાં ફસેલા હતા ત્યારે સંખ્યા નહીં પણ ગુણવત્તાની દ્રષ્ટિએ આટલો સારો કાર્યક્રમ કરી શક્યા છીએ. વિશ્વમાં ભારત સૌથી યુવાન દેશ છે. અનુમાન છે કે 2020માં ભારતની સરેરાશ ઉંમર 29-30 હશે. આપણી પાસે આટલી સંખ્યામાં યુવાશક્તિ હોય તો ભાવિ યોજનાઓ યુવા શક્તિને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. સમગ્ર વિશ્વમાં મોટા વર્કફોર્સની જરૂરિયાત ઉભી થનારી છે. 2020માં એટલી જરૂરિયાત ઉભી થવાની છે કે બીજા દેશોને વર્કફોર્સની જરૂરિયાત ઉભી થશે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને આપણે આ દાયકામાં સ્વયંને તૈયાર કરીએ.

21મી સદીમાં માનવજાતના વિકાસની જે કલ્પના છે તેમાં આપણે રંગ ભરવા કેટલા સામર્થ્યવાન છે તે માટેનો આ પ્રામાણિક પવિત્ર પ્રયાસ છે. આ વાહવાહી લૂંટાવવાનો અવસર નથી. નક્કર પ્રવાહ પર નવો પાયો નાંખવાનો પ્રયાસ છે. આમ કરવાથી આપણી યુવા શક્તિને વિશ્વની શ્રેષ્ઠ બાબતો ઉપલબ્ધ બનવી જોઇએ અને વિશ્વની દરેક જરૂરિયાતો પૂરી કરવા સામર્થ્યવાન બનવા જોઇએ. હું ખૂબ આશાવાદી છું. સમગ્ર વાઇબ્રન્ટ સમિટમાં મારા માટે સૌથી મહત્વપૂર્ણ ઇવેન્ટ આ જ છે. આ પ્રયાસ કોઇ એક સંસ્થા, યુનિવર્સિટી કે રાજ્ય માટે નથી પણ સમગ્ર માનવજાતના વિકાસ માટે છે. મારી આપ સૌને શુભેચ્છાઓ છે. અમે એક્ઝિબિશનમાં નોલેજ સેક્ટરને લોકો સમક્ષ મોટાપાયે મૂક્યું છે.

English summary
Narendra Modi addresses ICAI in Vibrant Gujarat Summit 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X