For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં 54 કરોડના ખર્ચે ઓનલાઇન ડેટા સેન્ટર શરૂ કરાશે

|
Google Oneindia Gujarati News

gujarat-assembly-house
ગાંધીનગર, 8 મે : ગુજરાત રાજ્‍યનાં પાટનગર ગાંધીનગર ખાતે રૂપિયા 54 કરોડનાં ખર્ચે પાંચ ડેટા સેન્‍ટર ઉભા કરવામાં આવશે. જેમાં વિસ્‍તાર મુજબની તમામ માહિતીઓ અપડેટ કરવામાં આવશે. વ્‍યૂહાત્‍મક આંકડાકીય યોજના અન્‍વયે ચાર તાલુકા દીઠ એક સેન્‍ટર ગાંધીનગરમાં કાર્યરત થશે.

સ્‍ટેટ સ્‍ટ્રેટર્જીકલ પ્‍લાન હેઠળ ગાંધીનગર જિલ્લામાં પાંચ ડેટા સેન્‍ટર ઉભા કરાશે. જેમાં ગુજરાત સરકારની તમામ યોજનાઓ અંગેની માહિતી મૂકવામાં આવશે. સમગ્ર દેશમાં સરકારની અનેક યોજનાઓ ઓનલાઈન કરવામાં આવી છે ત્‍યારે ગાંધીનગર જિલ્લાનાં સરકારી વિભાગો કાર્યરત કમ્‍પ્‍યૂટરોમાં લેટેસ્‍ટ યોજનાઓ અને છેલ્લામાં છેલ્લ માહિતીનો અભાવ હોવાના કારણે જિલ્લાનાં અરજદારોને અનેક મુશ્‍કેલીઓ પડે છે.

આ કારણે કેન્‍દ્ર સરકાર દ્વારા રાજ્‍ય વ્‍યૂહાત્‍મક આંકડાકીય યોજના ધડી કાઢવામાં આવી છે જેના આધારે દરેક જિલ્લામાં ઓનલાઈન ડેટા સેન્‍ટર ઉભા કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ગાંધીનગરમાં સર્વપ્રથમ ઓનલાઈન પાંચ ડેટા સેન્‍ટર બનાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં ગાંધીનગર, કલોલ, માણસા અને દેહગામ ચારેય તાલુકામાં એક સેન્‍ટર ઉભું કરવામાં આવશે.

આ અંગે જિલ્લા આંકડા અધિકારીનું કહેવું છે કે,આ તમામ સેન્‍ટરોમાં સરકારી યોજનાઓનાં આધારે ગ્રામ્‍ય પ્રજાને ક્‍યાં લાભ મળી શકે તેની તમામ વિગતોનો સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત આંગણવાડી, જન્‍મ-મરણનાં આંકડા, ઈ મમતા અને આરોગ્‍ય કેન્‍દ્ર સહિતનાં ડેટા સેન્‍ટર દ્વારા ઓનલાઈન અપડેટ કરવામાં આવશે. દરેક જિલ્લામાં આ યોજના અંતર્ગત 54 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્‍યો છે. મોટાભાગની રકમ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પાછળ ખર્ચવામાં આવશે. આ ડેટા સેન્‍ટરમાં દરેક વિભાગની સ્‍કીમ અને તેને લગતી આંકડાકીય માહિતીઓ પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

English summary
Online data center costing 54 crore will start in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X