For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોને લોકોએ ભગાડ્યા - બસ વોટ માંગવા આવી જાવ છો

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર લોકો વચ્ચે પહોંચ્યા તો ઘણા લોકો તેમને જોઈને ગુસ્સે થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

કરજણઃ ગુજરાત વિધાનસભાની આઠ સીટો પર પેટા ચૂંટણી થવાની છે. માટે સત્તાધારી ભાજપ તેમજ વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારો પોતાના પ્રચાર પ્રસારમાં જોડાયા છે. આ વખતે જ્યારે ઉમેદવાર લોકો વચ્ચે પહોંચ્યા તો ઘણા લોકો તેમને જોઈને ગુસ્સે થઈ ગયા. કરજણ તાલુકાના જિથરડી ગામમાં લોકોએ ઉમેદવારોને ત્યાંથી ભગાડી દીધા. બે દિવસ પહેલા પ્રચાર માટે આવેલ ભાજપ ઉમેદવારને ભગાડ્યા બાદ આજે ગામ લોકોએ કોંગ્રેસ ઉમેદવાર કિરીટ સિંહ જાડેજાને પણ પાછા કાઢ્યા.

guj elections

ગામ લોકોએ એક જ સૂરમાં કહ્યુ કે નેતાજી વોટ માંગવા જ આવો છો, મુસીબતમાં તો દેખાતા નથી આવતા. આ સાંભળતા જ કિરીટ સિંહે ત્યાંથી નીકળી જવુ પડ્યુ. આ દ્રશ્ય મોબાઈલમાં કેદ થઈ ગયુ. જેનો વીડિયો સામે આવ્યો છે. માહિતી મુજબ આ ઘટના ગુરુવારે સવારની છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ સિંહ જાડેજા ગામમાં આવ્યા હતા. તેમને જોતા જ ગામ લોકો ભડકી ઉઠ્યા. એક વૃદ્ધે ગુસ્સામાં કહ્યુ - વોટ માંગવા આવો છો, મુસીબતના સમયે દેખાતા નથી.

અન્ય લોકોએ પણ જ્યારે વિરોધ કરવાનો શરૂ કર્યો તો કિરીટ સિંહ ત્યાંથી ચૂપચાપ રવાના થઈ ગયા. આ પહેલા ગામ લોકોએ ભાજપ ઉમેદવારને પણ ભગાડી દીધા હતા. ગયા સોમવારે ભાજપ ઉમેદવાર અક્ષય પટેલ ગામમાં ગયા તો તેમને પણ ગામ લોકોના ગુસ્સાનો શિકાર થવુ પડ્યુ હતુ. ગામ લોકોએ જ્યારે પોતાની મુશ્કેલીઓ જણાવતા એમ કહ્યુ કે તમે તો અહીં માત્ર વોટ માંગવા જ આવો છો, તો તેમણે પણ ગામથી પાછા જવુ પડ્યુ.

નોટબંધીમાં કૌભાંડનો દાવો કરનાર BJP નેતાના ઘરે ITની રેડ, 35 કરોડથી વધુની 10 સંપત્તિ મળીનોટબંધીમાં કૌભાંડનો દાવો કરનાર BJP નેતાના ઘરે ITની રેડ, 35 કરોડથી વધુની 10 સંપત્તિ મળી

English summary
People angry on BJP-Congress candidates who entered the village for vote.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X