ગુજરાતઃ પીએમ મોદીનો આજે કેવડિયા પ્રવાસ, કમાંડર કૉન્ફરન્સને કરશે સંબોધિત, જાણો શિડ્યુલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવાર(6 માર્ચ) ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત કેવડિયાનો પ્રવાસ કરશે.

કેવડિયાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવાર(6 માર્ચ) ગુજરાતના નર્મદા જિલ્લામાં સ્થિત કેવડિયાનો પ્રવાસ કરશે. પીએમ નરેન્દ્ર મોદી અહી કેવડિયામાં આયોજિત કમાંડર કૉન્ફરન્સને સંબોધિત કરશે. મોટા સૈન્ય અધિકારીઓનુ ત્રણ દિવસીય સંયુક્ત સૈન્ય સંમેલન કેવડિયામાં ગુરુવારે (4 માર્ચ) શરૂ થયુ હતુ. પીએમ મોદી પહેલા શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં સંબોધન કર્યુ હતુ. રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી છે કે પીએમ મોદી શનિવારની સવારે અહીં પહોંચશે અને સંમેલનને સંબોધિત કરશે. પીએમ મોદી સંબોધન બાદ આજે જ દિલ્લી પાછા જતા રહેશે.

pm modi

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, સીડીએસ જનરલ બિપિન રાવત, વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયા, ભૂમિ દળના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે અને નૌકા દળના પ્રમુખ એડમિરલ કર્મબીર સિંહ પણ શામેલ થશે.

તમને જણાવી દઈએ કે દેશમાં પહેલી વાર આ સેશનમાં જવાનોને પણ શામેલ કરવામાં આવ્યા છે. પહેલા વાર આટલા મોટા અધિકારીઓ સામે જવાનોએ ખુલીને પોતાની વાત રાખી છે. અત્યાર સુધી દેશમાં કમાંડર કૉન્ફરન્સમાં માત્ર સેનાના ત્રણ અંગોના કમાંડર ઈન ચીફ લેવલના અધિકારીઓ જ ભાગ લેતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X