For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાંગ દરબાર 2013ની ઉજવણીમાં ગ્રામ્ય ઓલિમ્પિક્સનો આરંભ

|
Google Oneindia Gujarati News

bull-cart-race
આહવા, 22 માર્ચ : વનરાજીથી છલોછલ એવા ગુજરાતના ડાંગ જિલ્લામાં આગામી 23થી 25 માર્ચ દરમિયાન ડાંગ દરબારની ઉજવણીના ભાગ રૂપે રાજયના રમત ગમત યુવા અને સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત રાજય ગાંધીનગરના સંયુકત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ આહવા ખાતે ગ્રામ્ય ઓલિમ્પિક્સ ઉત્સવને ખુલ્લો મુકયો હતો.

આ પ્રસંગે જિલ્લાના સહાયક નિયામક જીપી ગોઠીએ જણાવ્યું કે "ગ્રામિણ ઓલિમ્પિકના આયોજનને કારણે ખેલ પ્રતિભાઓને વિકાસની તકો ઉપલબ્ધ થાય છે. ગ્રામ્ય્ વિસ્તારના ખેલાડીઓ પોતાની શકિતને ઉજાગર કરી શકે તેવો રાજય સરકારનો અભિગમ છે."

ડાંગ ધારાસભ્ય મંગળભાઇ ગાવિતે જણાવ્યું કે "જયારે સમગ્ર ગુજરાતમાં રમતગમતનું જેટલુ પ્રાધાન્ય આપાઇ રહયું છે તે આવકાર્ય છે. રમતગમતને લઇને બાળકો પોતાના કૌશલ્યતને વિકસાવવાની તક મળે છે તેમજ શારીરિક તંદુરસ્તી પણ કેળવાય છે. ખરેખર જયારે આવો ગ્રામીણ ઓલિમ્પિ્ક યોજાઇ રહયો છે ત્યારે ડાંગ દરબારના આવા પ્રસંગમાં ડાંગના તમામે તમામ ગામડાઓના શાળાઓના તથા હાઇસ્કૂલોના બાળકો આવા ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લે તો આખુ આહવા દીપી ઉઠે અને અવા લાભો ગામડાના દરેક ખેલાડીઓને મળતા રહે તવે તેવી આશા વ્યક્ત કરી હતી."

તેમણે જણાવ્યું કે અગાઉના વર્ષોમાં અહીં ડાંગ દરબાર નિમિતે ડાંગ દરબારના પટાંગણમાં સાંસ્કૃંતિક કાર્યક્રમોમાં તમામ કેન્દ્રોની શાળાઓમાં પ્રથમ આવેલ કૃતિઓ ડાંગ દરબારમાં આવતી હતી એ પ્રવૃતિ પાછી દાખલ કરાય એવી ડાંગ જિલ્લા કલેકટર જોડે અપેક્ષા વ્યાકત કરી હતી, તેમજ આ પ્રસંગને ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તમામ રમતવીરો અને ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.

આદિવાસી વિસ્તારમાં પરંપરાગત રમતોમાં પ્રોત્સાતહન મળે અને આદિજાતિ યુવાનોમાં શારીરિક તંદુરસ્ત ,ખડતલ ,ખેલદીલીની ભાવના કેળવાય, સાહસ અને નીડરતા જેવા ગુણોનો વિકાસ થાય તે માટે તીરંદાજી, પર્વતીય વિસ્તારમાં લાંબી દોડ, ગિલ્લોલ, કબ્બાડી, ખો-ખો, રસ્સા ખેસ, વોલીબોલ, કુસ્તી તથા કૂદ અને ફેક વિગેરે ગ્રામિણ પરંપરાગત રમતોમાં ભાગ લઇ રહેલાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

English summary
Rural olympic started in festival Dang Darbar 2013
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X