શંકર ચૌધરીની ડિગ્રી મામલે, ગેનીબેને ચૂંટણી પંચમાં રજૂઆત કરી

Subscribe to Oneindia News

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના રાજકારણમાં આરોગ્ય મંત્રી શંકર ચૌધરીની કહેવાતી બોગસ ડિગ્રી ચર્ચાનો વિષ્ય બની છે ત્યારે ચૂંટણીના કારણે આ મામલે બળતામાં ઘી હોમાયા જેવી પરિસ્થિતિ આકાર પામી છે. ભાજપના વાવ બેઠકના ઉમેદવાર અને ગુજરાતના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી હાલ બનાસકાંઠાની વાવ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે વાવના જ કોંગ્રેસી ઉમેદવાર ગેની બહેને પત્ર લખીને ચૂંટણી પંચ સામે રજૂઆત કરીને આ ડિગ્રી અંગે માંગણી દર્શાવી છે. ગેની બહેને તેમની ફરિયાદમાં ચૂંટણી પંચને ભાજપના ઉમેદવાર, શંકર ચૌધરીની ડિગ્રીની તપાસ કરવાની માંગણી કરી છે.

GujaratBJP

સાથે જ ગેનીબહેને માંગણી કરી છે કે ખોટી ડિગ્રી બતાવવા મામલે શંકર ચૌધરીનુ ફોર્મ પણ રદબાતલ કરવામાં આવે. જોકે આ મુદ્દો કોર્ટમાં હોવાથી ચૂંટણી પંચે કોંગ્રેસી ઉમેદવાર ગેનીબહેનને રજૂઆતને ધ્યાનમાં લીધી ન હતી. પણ ફરી એક વાર શંકર ચૌધરીના ડિગ્રી વિવાદનો મધપુડો છંછેડાયો હતો. અને ડિગ્રી વિવાદ મામલે કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબહેનને વાવ ખાતેથી ભાજપ ઉમેદવાર શંકર ચૌધરી વિરુદ્ધ ઉતારવામાં આવ્યા છે.

English summary
Shankar Chaudhary degree issue raised again, Geniben gave a complain.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.