For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ આહવા ડાંગ ખાતે યોજાશે

|
Google Oneindia Gujarati News

indian-flag
ગાંધીનગર, 17 જાન્યુઆરી : પ્રજાસત્તાક પર્વે ગુજરાતનો રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ આહવા - ડાંગ ખાતે યોજાશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પસ્થિતિમાં ગુજરાતના નામદાર રાજ્યપાલ કમલા બેનિવાલ આગામી 26મી જાન્યુઆરી, 2013ના રોજ સવારે 9.00 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે.

રાજ્યના અન્ય જિલ્લાઓના જિલ્લા મથકોએ રાજ્ય મંત્રીમંડળના સભ્યો તેમજ જિલ્લા કલેકટરો એ જ સમયે સવારે 9.00 કલાકે ધ્વજવંદન કરાવશે. કયા જિલ્લામાં કોણ ધ્વજવંદન કરાવશે તેની વિગતો આ પ્રમાણે છે.

નીતિન પટેલ -મહેસાણા, આનંદીબહેન પટેલ - અમદાવાદ, રમણભાઈ વોરા- સાબરકાંઠા (હિંમતનગર), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા - ગાંધીનગર, સૌરભભાઈ પટેલ - વડોદરા, ગણપતભાઈ વસાવા - સુરત, બાબુભાઇ બોખીરીયા - પોરબંદર, પરસોત્તમભાઈ સોલંકી - ભાવનગર, પરબતભાઈ પટેલ - બનાસકાંઠા (પાલનપુર), વસુબહેન ત્રિવેદી - જામનગર, પ્રદીપસિંહ જાડેજા - ભૂજ (કચ્છ), લીલાધરભાઈ વાઘેલા - નડીયાદ (ખેડા), રજનીકાન્તભાઈ પટેલ - પાટણ, ગોવિંદભાઈ પટેલ - રાજકોટ, નાનુભાઈ વાનાની - જૂનાગઢ , જયંતિભાઈ કાવડિયા - સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત અમરેલી, દાહોદ, આણંદ, રાજપીપળા(નર્મદા), વ્યારા(તાપી), નવસારી, વલસાડ,ગોધરા(પંચમહાલ) અને ભરૂચ ખાતે જિલ્લા કલેકટરો ધ્વજવંદન કરાવશે.

English summary
State flag salute ceremony will held at Ahwa Dang.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X