For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વામી વિવેકાનંદ આજે પણ યુવાનો માટે આદર્શ છે: મોહન ભાગવત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mohan-bhagwat
અમદાવાદ, 1 એપ્રિલ: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ આજે પણ યુવાનો માટે આદર્શ છે કારણ કે તેમના વિચારો વિશ્વ માટે અત્યારે પણ પ્રાસંગિક અને માર્ગદર્શક છે.

મોહન ભાગવતે કહ્યું હતું કે વિવેકાનંદજીના વિચાર આજે પણ એટલા ઉપયોગી છે જેટલા તે સમયે હતા. તેમના વિચાર ભારત અને વિશ્વના વિકાસ પર પ્રકાશ પાડે છે. તે સ્વામી વિવાકનંદની 150મી જયંતી પર ભારતીય વિચાર મંચ દ્રારા આયોજીત બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારના સમાપન સત્રને સંબોધતા કહ્યું હતું.

મોહન ભાગવતે જણાવ્યું હતું કે અમેરિકન લેખક ગોલ્ડ બેરીનું માનવું છે કે 75 ટકા અમેરિકા પણ હિન્દુત્વ વિચારધારાથી ચાલે છે. મોહન ભાગવતે કહ્યું હતું કે હિન્દુ લાલચી અને અહંકારી નથી હોતો એટલે વિચારધારા જ વિશ્વની શક્તિ બની શકે છે. બંને સંગઠનો પ્રમુખ નેતાઓ અને અયોધ્યામાં ભવ્ય રામ નિર્માણના સંકલ્પને વાગોળ્યો હતો અને હિન્દુઓના હિત માટે લોકોને આગળ વધાવાનું આહવાન કર્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપા સંસદીય બોર્ડમાં સમાવેશ કર્યા બાદ રવિવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવતે અમદાવાદમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો અને 'ભવ્ય શ્રીરામ મંદિર' નિર્માણની ઇચ્છા વ્યક્ત કરી હતી.

વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા આયોજીત 'હિન્દુ સંગમ'ને સંબોધિત કરતાં મોહન ભાગવતે કહ્યું હતું કે 'આપણે ભારતમાં સારા, ઇમાનદાર અને સાચા હિન્દુઓનું નિર્માણ કરવું પડશે કારણ કે હવે સમગ્ર વિશ્વના હિન્દુઓનું અનુસરણ કરશે. મોહન ભાગવતે કહ્યું હતું કે નજીકના ભવિષ્યમાં આપણે એક ભવ્ય શ્રીરામ મંદિર માટે મોટાપાયે વિજય મંત્રનો જયઘોષ કરીશું. સંઘ પ્રમુખે આ જાહેરાત ઘણી મહત્વપુર્ણ માનવામાં આવે છે. કારણ કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ મોદીની વધતી જતી માંગ તથા સર્વોચ્ચ નિતિ-નિર્માણ એકમ સંસદીય બોર્ડમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોહન ભાગવતે કહ્યું હતું કે મંચ સજાવી દિધું છે જેથી હિન્દુ સંસારનું બૌદ્ધિક નેતૃત્વ સંભાળશે. આખા વિશ્વ પાસે હિન્દુઓનું અનુસરણ કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું હતું કે આમ તો બૌદ્ધિક રીતે હિન્દુઓએ સંસારમાં પોતાનું નેતૃત્વ જાળવી રાખ્યું છે પરંતુ ભૌતિક રીતે તેની કમી રહી છે. એક હિન્દુ જેટલો પોતાનો વિચારોથી હિન્દુ હોય છે એટલો પોતાના વ્યવહાર નથી હોતો. આપણે બદલાવવું પડશે.

English summary
Swami Vivekananda is a perfect role model for today's youths as his thoughts are still relevant and a guiding force for world, RSS chief Mohan Bhagwat said here on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X