For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરામાં ટીમ લીઝ સિકલ્સ યુનિવર્સિટી ઉભી કરવામાં આવશે

|
Google Oneindia Gujarati News

m-s-university-vadodara
વડોદરા, 6 એપ્રિલ : ગુજરાત સરકારે ચાલુ વિધાનસભા સત્ર દરમિયાન રાજયમાં કૌશલ્ય આધારિત શિક્ષણ આપતી, યુવાનોને વધુ રોજગારી મળી રહે સાથે ઝડપથી વિકાસ પામતા ગુજરાતના ઉત્પાદન સેવા અને અન્ય ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તા સાથે માનવ સંશોધન પૂરા પાડવા માટેનું સર્વાનુમતિ વિધેયક પસાર કર્યું.

આ વિધેયક અનુસાર આ હેતુને સિદ્ધ કરવા માટે ટીમ લીઝ એજયુકેશન ફાઉન્ડેશન ટીમલીઝ સર્વિસીસ પ્રા. લી. સાથે પરામર્શ કર્યા મુજબ ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટી સ્થાપવા માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ યુનિવર્સિટીની સ્થાપનાના આયોજન માટે અને જરૂરી માળખાકીય સુવિધાની ઉપલબ્ધિની સ્થળ તપાસ માટે રાજયના શ્રમ અને રોજગાર મંત્રી સૌરભ પટેલ તરસાલી ઔઘોગિક તાલીમ સંસ્થા ખાતે સ્થળ મુલાકાત લઇ જરૂરી જગ્યા સાથે ઉપલબ્ધ માળખાકીય સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું અને ટીમલીઝ એજયુકેશન ફાઉન્ડેશનના સંચાલકો તથા સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા સમીક્ષા બેઠક યોજી હતી.

આ મુલાકાત દરમિયાન શ્રમ અને રોજગાર મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર વધુને વધુ યુવાનોને રોજગારી મળી રહે તે માટે રોજગારલક્ષી અભ્યાસક્રમો રાજયની તમામ ઔઘોગિક તાલીમ સંસ્થાઓમાં કાર્યાન્વિત કર્યા છે અને તેના થકી વધુ ને વધુ યુવાનોને રોજગારી પૂરી પડાઇ છે. ગુજરાતનો તમામ ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ થયો છે. ઔઘોગિક મૂડી રોકાણો વધતાં જાય છે અને નવી કંપનીઓ, ઉઘોગો, એકમો શરૂ થઇ રહયાં છે. આ ઉઘોગોને એકમોને જરૂર હોય તેવા અને ઉચ્ચ રોજગાર આપતા કૌશલ્ય આધારિત શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરીને વધુને વધુ યુવાનોને રોજગારી મળી રહે તેવા આશયથી ટીમલીઝ સિકલ્સ યુનિવર્સિટી શરૂ કરવાનું સત્ર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે દેશની આ સૌ પ્રથમ કૌશલ્ય આધારિત શૈક્ષણિક કાર્યક્રમો આપતી, યુવાનોને રોજગાર વધારવાની સાથે ઉત્પાદન સેવા અને અન્ય ક્ષેત્રોમાં ઉચ્ચ ગુણવત્તા સાથે માનવ સંસાધન પૂરી પાડતી યુવાઓ અને યુવતીઓ માટેની નિવાસ સહિતની યુનિવર્સિટી ઊભી થશે. જેનો લાભ રાજ્યના અને દેશના યુવાધનને મળશે.

વધુમાં આ યુનિવર્સિટીમાં મિકેટ્રોનિકસ અને સંલગ્ન શાખાઓ, આઇ.ટી.ઇન્ફ્રાસ્ટકચર, ફાઇનાન્સ, એકાઉન્ટીંગ સેવાઓ અને પ્રક્રિયાઓ, સમાજ વિકાસ અને સામાજિક સાહસ કામગીરી, હોસ્પિટાલીટી અને પ્રવાસન માટે કૌશલ્યવર્ધક શૈક્ષણિક કાર્યક્રમો તેમની ઉત્પાદન અને સેવા ઉઘોગોમાં ઉચ્ચ રોજગાર ક્ષમતા માટે, વિવિધ ઉઘોગોની સલાહ સાથે પસંદ કરવામાં આવ્યા છે. ટીમલીઝ તેના વિવિધ ઉઘોગો સાથે મજબૂત સંબધો દ્વારા અભ્યાસક્રમના વિકાસ અને રોજગાર માટે સતત કાર્યરત રહેશે.

આ કાર્યક્રમો મોડયુલ પ્રકૃત્તિના હશે. તેથી વિઘાર્થીઓને તેમની જરૂરિયાત પ્રમાણે સતત અથવા તબક્કાવાર અભ્યાસ કરવાની સગવડ આપી શકાશે. જેથી વિઘાર્થીઓ તેમની આર્થિક જરૂરિયાત પ્રમાણે સમયાંતરે કાર્ય પણ કરી શકે. ટીમલીઝ આઇ.ટી.આઇ.ના વિઘાર્થીઓને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડવામાં મદદરૂપ કાર્યક્રમોનું પણ આયોજન કરશે. માઇક્રો, સ્મોલ અને મિડિયમ સાહસો માટે પરામર્શ, કૌશલ્ય સુધારા અને સતત શિક્ષણ કાર્યક્રમો દ્વારા ગુજરાતમાં કૌશલ્ય શિક્ષણ વધારે આધાર આપશે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ટીમલીઝના ચેરમેન મનીષ સબરવાલે ટીમલીઝ ફાઉન્ડેશનના કાર્યક્ષેત્રની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, રોજગાર અને એચ.આર.સેવાઓમાં ભારતમાં સૌથી મોટી કંપની છે. ટીમલીઝના 80,000 સહયોગીઓ, ભારતમાં 1000થી વધુ શહેરોમાં સ્થિત 1200થી વધુ કંપનીઓમાં સેવા આપે છે. ટીમલીઝના સહયોગીઓ વિવિધ ઉઘોગોમાં કાર્યરત છે. જેમાં રીટેઇલ, ફિનાન્સ, વીમો, કસ્ટમર સર્વિસ, લોજીસ્ટીક્સ અને ઓટોમોટિવ ક્ષેત્ર સામેલ છે. આ દ્વારા ટીમલીઝ રીલાયન્સ, આઇસીઆઇસીઆઇ, ટાટા, એલજી, સેમસંગ તથા અન્ય કંપનીઓને સેવા આપે છે.

એપ્રેન્ટિસશીપ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય રોજગાર ક્ષમતાને અમલમાં લાવી રહ્યું છે. કર્ણાટક રાજ્ય માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જીસ ચલાવે છે. તેની જાણકારી સબરવાલે આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીના વિવિધક્ષેત્રે સર્ટીફીકેટ ડીપ્લોમા, બે વર્ષનો એસોસિયેટ ડીગ્રી પ્રોગ્રામ, ત્રણ વર્ષના ડીગ્રી પ્રોગ્રામ કાર્યરત રહેશે. સાથે પુરુષ અને મહિલા તાલીમાર્થીઓ અલાયદુ નિવાસ સંકુલોની સાથે યુનિવર્સિટી સંકુલમાં પર્યાવરણ જાળવણીને પ્રથમ પ્રાધાન્ય અપાશે તેમ જણાવ્યું હતું.આ મુલાકાત દરમિયાન સંસ્થાના આચાર્ય બી.ડી.રાવલે પ્રેઝેન્ટેશન દ્વારા તરસાલી ઔઘોગિક તાલીમ સંસ્થાની વિગતો પૂરી પાડી હતી.

મુલાકાત દરમિયાન શ્રમ અને રોજગાર વિભાગના નિયામક સોનલ મિશ્રા, ઉચ્ચ અધિકારીઓ ટીમલીઝના પરેશ વોરા, તાલીમ સંયુક્ત નિયામક ડી.એમ.પરીખ, ટીમલીઝના મેનેજર જિજ્ઞેશ ઠક્કર, ઔઘોગિક તાલીમ સંસ્થાના અધિકારીઓ-કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Team lease skills University will be establish in Vadodara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X