તસ્કરોએ બંધ મકાન અને દુકાનને ટારગેટ કરી ચોરી કરી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

અમદાવાદ માં રવિવારે તસ્કરોએ શાહીબાગ , નરોડા, ઓઢવ અને રામોલમાં બંધ મકાનો અને દુકાનને ટારગેટ કરીને અંદાજે 5 લાખ રૂપિયાની મતાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધવામાં આવી છે.

ahmedabad

જેમાં નરોડા વ્રજ રેસિડેન્સી માં રહેતા કુલદીપસિંહ જયસ્વાલે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ગત 14મી ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી તે તેમના પરિવાર સાથે સામાજિક પ્રસંગે ગયા હતા. ગઈકાલે તે પરત આવ્યા ત્યારે જોયું તો ઘરમાં સમાન અસ્તવ્યસ્ત હતો અને તિજોરીમાંથી 45 તોલાના દાગીના અને રોકડ 45000 મળી કુલ રૂપિયા 3.50લાખની મતા ગાયબ હતી. પ્રાથમીક તપાસમાં પોલીસ ને જાણવા મળ્યું છે કે ભૂલથી રસોડાની બારી ખુલ્લી રહી જતા તસ્કરોએ ઘરમા પ્રવેશ કરી ચોરી કરી હતી.

અન્ય બનાવમાં સોમસૂર્યા એપાર્ટમેન્ટ માં રહેતા દ્રૌપદી અગ્રવાલે ફરિયાદ નોંધાવી છે કે 16 તારીખે તે પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે તેમના મકાનમાંથી 3લાખની મતાની ચોરી થઈ હતી.

ઓઢવમાં જેસાજી પ્રજાપતિ સ્વામિનારાયણ પાર્ક નિગમ રોડ ઘોડાસર ખાતે રહે છે અને વસ્ત્રાલમાં પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. ગઈકાલે કોઈ વ્યક્તિ તેમના સ્ટોર માંથી રૂપિયા 1 લાખ ની ચીજ વસ્તુઓ ની ચોરી કરી ગયા હતા.

English summary
Thief targeted shops and closed house in Ahmedabad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.