વલસાડમાં પોલીસે રેડ પાડી ફૂટણખાનું ઝડપ્યું,15 ઝડપાયા

Subscribe to Oneindia News

વલસાડ જિલ્લાના કરંજ ગામમાં આવેલા એક ફાર્મ હાઉસ પર પોલીસે દરોડો પાડી દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને બાતમી મળી કરંજ ગામમાં એક ફાર્મ હાઉસમાં બહાર યુવતીઓને બોલાવી ફૂટણખાનુ ચલાવવામાં આવે છે. પોલીસે દરોડા પાડી ફાર્મ હાઉસ માંથી વલસાડ, વાપી, સંજાણ ઉમરગામ, દહાણું અને મુંબઇ મળી કુલ 12 નબીરાઓ સહીત 3 લલનાને ઝડપી પાડી હતી.

crime

મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કરંજ ગામમાં એક ફાર્મ હાઉમાં દેહવેપારનો રેકેટ ચાલે છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસની ટીમે ફાર્મ હાઉસ પર દરોડો પાડતા ફાર્મ હાઉસ માંથી વલસાડ અને વાપીના મોટા ઘરના નબીરા સહિત મુંબઇથી બોલાવેલી 3 લલનાઓ ઝડપી પાડી હતી. ભીલાડ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે તેમજ ફાર્મના માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

English summary
Police busted a prostitution racket and arrested 15 persons, including 3 women, from fram house near karanaj village.
Please Wait while comments are loading...