For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે લીંબુ બન્યા કડવા? આ રહ્યા લીંબુ મોંઘા થવાના કારણ

વર્તમાન સમયમાં દેશના મોટાભાગના શહેરોમાં શાકભાજીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. આ બધાની વચ્ચે લીંબુના ભાવે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લીંબુનો ભાવ 350-400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં દેશના મોટાભાગના શહેરોમાં શાકભાજીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. આ બધાની વચ્ચે લીંબુના ભાવે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લીંબુનો ભાવ 350-400 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. લીંબુના વધેલા ભાવથી માત્ર ગ્રાહકો જ નહીં, પરંતુ દુકાનદારોને પણ અસર થઈ છે. તો આવો જાણીએ આખરે એવું તો શું થયું કે, લીંબુના ભાવ અચાનક આસમાને પહોંચવા લાગ્યા?

તો આ કારણે જ લીંબુ મોંઘા થઈ ગયા

તો આ કારણે જ લીંબુ મોંઘા થઈ ગયા

સમગ્ર દેશમાં લીંબુની અછત છે. સૌથી મોટું કારણ એ છે કે, દેશના જે ભાગોમાં લીંબુનું મોટા પાયે ઉત્પાદન થાય છે તે આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે.

ગરમીનાકારણે લીંબુના ઉત્પાદનને અસર થઈ છે. લીંબુના ફળ શરૂઆતના દિવસોમાં જ નાશ પામી રહ્યા છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે. ભારે પવન અનેગરમીના કારણે લીંબુના ફૂલ ખરી રહ્યા છે, જેના કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે. આ પણ એક મોટું કારણ છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પાયે થાય છે. આ વિસ્તારોમાં ગરમી પડી રહી છે.

ગરમીના કારણેઉત્પાદનને અસર થઈ છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે ટ્રાન્સપોર્ટ ચાર્જમાં વધારો થયો છે. એક તરફ લીંબુની અછત અને બીજી તરફ ટ્રાન્સપોર્ટેશનચાર્જમાં વધારો, બંને મોંઘવારી માટે જવાબદાર છે.

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ

કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે ડીઝલના ભાવ પણ ઓછા પાકની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણાથી આવતા લીંબુની મોંઘવારી માટે પણ મોટાભાગે જવાબદાર છે.

ડીઝલના ભાવમાં વધારાને કારણે માલભાડામાં પણ 15 ટકા નો વધારો થયો છે. તેનાથી લીંબુના ભાવ બમણા થઈ ગયા છે.

લગ્નની સિઝનમાં લીંબુની માગ વધુ

લગ્નની સિઝનમાં લીંબુની માગ વધુ

લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ફંક્શન માટે લીંબુની માગ વધુ વધી છે. ઉત્પાદન ઓછું અને માગ વધારે છે, જેના કારણે લીંબુના ભાવમાં પણવધારો જોવા મળી રહ્યો છે. ઉનાળામાં શેરડીના રસથી લઈને લીંબુ પાણી સુધી દરેક જગ્યાએ લીંબુની જરૂર પડે છે. આવી સ્થિતિમાં આ દિવસો પહેલા જ લીંબુનાભાવમાં વધારો થયો છે.

નવરાત્રી અને રમઝાનમાં વધુ વપરાશ

નવરાત્રી અને રમઝાનમાં વધુ વપરાશ

આ સમયે નવરાત્રી ચાલી રહી છે અને રમઝાન મહિનો છે. ઉપવાસ અને રોઝા દરમિયાન પણ લીંબુનો વધુ ઉપયોગ થાય છે. હાલમાં ઉત્પાદન ઓછું છે અને માગવધારે છે.

આ સાથે ઘણા વેપારીઓ કહે છે કે, ગુજરાતમાં વાવાઝોડા પછીની અસરને કારણે લીંબુનું ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલમાંલીંબુના ભાવમાં ઘટાડો થાય તેવું લાગતું નથી. આગામી દિવસોમાં લીંબુ વધુ મોંઘા થઈ શકે છે.

English summary
Why do lemons become bitter? These are the reasons why lemons are become so expensive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X