For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LAC પર તણાવ વચ્ચે ફ્રાન્સથી 2 મિરાજ 2000 ફાઈટર જેટ ભારત પહોંચ્યા

LAC પર ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થયો છે. બે મિરાજ 2000 ફાઈટર જેટ એરફોર્સના ફાઈટર જેટ્સના કાફલામાં શામેલ થવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : LAC પર ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થયો છે. બે મિરાજ 2000 ફાઈટર જેટ એરફોર્સના ફાઈટર જેટ્સના કાફલામાં શામેલ થવા જઈ રહ્યા છે. ફ્રાંસના બે સેકન્ડ હેન્ડ મિરાજ 2000 ફાઈટર જેટ ગ્વાલિયર એરબેઝ પર પહોંચ્યા છે.

Mirage 2000

સરકારી સૂત્રોએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું કે, ભારતીય વાયુસેનાને ફ્રાન્સ તરફથી બે મિરાજ 2000 ટ્રેનર વર્ઝન મળ્યા છે. બંને વિમાન ગ્વાલિયર એરબેઝ પહોંચ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં ચાલી રહેલા મિરાજ અપગ્રેડ પ્રોગ્રામ હેઠળ એરક્રાફ્ટને હવે નવીનતમ ધોરણોમાં અપગ્રેડ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, ભારત પહોંચેલા બંને ફાઈટર પ્લેન અગાઉ ફ્રાન્સના ફાઈટ જેટ્સના કાફલામાં સામેલ હતા. મિરાજ ફાઇટર કાફલાને લગભગ 50 એરક્રાફ્ટ બનાવવાના કાર્યક્રમના ભાગરૂપે ભારતીય વાયુસેના દ્વારા આ બંને વિમાનો હસ્તગત કરવામાં આવ્યા હતા.

ભારતીય વાયુસેનાએ 51 મિરાજ એરક્રાફ્ટ અનેક બેચ દ્વારા પ્રાપ્ત કર્યા છે, જે ત્રણ સ્ક્વોડ્રન બનાવે છે, જે તમામ ગ્વાલિયર એરફોર્સ સ્ટેશન પર આધારિત છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ફ્રાન્સ અને ભારત વચ્ચે મિરાજ અપગ્રેડ ડીલ 51 એરક્રાફ્ટની ક્ષમતા વધારવાની હતી અને આ એરક્રાફ્ટના ક્રેશ બાદ બચી ગયેલી કેટલીક કીટ હવે આ બે એરક્રાફ્ટમાં ફીટ કરવામાં આવશે.

આ અપગ્રેડ પ્રોગ્રામ એરફોર્સને 2035 સુધી તેમને જાળવી રાખવામાં મદદ કરશે. મિરાજ 1980ના દાયકાથી સેવામાં છે અને આ ફાઇટર જેટે કારગીલ યુદ્ધથી 2019 બાલાકોટ એર સ્ટ્રાઇક સુધીની દરેક જંગમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યાં તેણે પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે. મિરાજ 2000 એરક્રાફ્ટ એક સીટર ફાઇટર જેટ છે. આ એરક્રાફ્ટ એક કલાકમાં 2495 કિમીનું અંતર કાપવાની ક્ષમતા ધરાવે છે.

English summary
2 Mirage 2000 fighter jets arrive in India from France amid tensions over LAC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X