For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુરાદાબાદઃ ત્રણ માળના મકાનમાં લાગી ભીષણ આગ, 3 બાળકો સહિત 5 જીવતા ભૂંજાયા

યુપીના મુરાદાબાદ જિલ્લામાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

મુરાદાબાદઃ યુપીના મુરાદાબાદ જિલ્લામાંથી આગની એક મોટી ઘટના સામે આવી છે. ગુરુવારે સાંજે એક મકાનમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 5 લોકો જીવતા બળી ગયા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 7 લોકો ઘાયલ હોવાનુ કહેવાય છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી ઘરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

fire

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુરુવારે રાત્રે ગલશહીદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર માળના મકાનના પહેલા માળે આગ લાગી હતી. જે ઘરમાં આગ લાગી હતી તેમાં ઈરશાદ કબાડીનો પરિવાર રહે છે. ત્રણ દિવસ પછી ઈર્શાદના ઘરે તેની બે પૌત્રીઓના લગ્ન હતા. જેના કારણે પરિવાર સાથે મોટી સંખ્યામાં સગા-સંબંધીઓ ઉમટી પડ્યા હતા. ગુરુવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ પ્રથમ માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ નાસભાગ મચી ગઈ હતી.

કહેવામાં આવી રહ્યુ છે કે આ ભંગારના વેપારીના ઘરના નીચેના ભાગમાં બનેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. જે આગ ઉપરના બે માળ સુધી પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 5 લોકોમાં ત્રણ બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ ઈરશાદની પત્ની કમર જહાં(70), પુત્રી બબલી, જમાઈ નાવેદ, પૌત્રી ઉમેમા, પુત્ર અયાઝ રાનીખેત, પુત્રવધૂ શમા, પૌત્રી નાફિયા, પૌત્ર ઈબાદ(4) તરીકે થઈ છે.

જ્યારે અન્ય સાત લોકોને બચાવી લેવાયા હતા. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. જેણે ભારે જહેમતથી આગને કાબૂમાં લીધી હતી. આગની માહિતી મળતા જ વહીવટીતંત્રના અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાહત કાર્ય હજુ પણ ચાલુ છે.

English summary
A fire breaks out in a multi story building in Moradabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X