For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જરૂરી સેવાઓ માટે આધારકાર્ડ અનિવાર્ય નહી:સુપ્રીમ કોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર: સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાના એક ચૂકાદામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે આ વાતનું ધ્યાન રાખવામાં આવે કે કોઇપણ ગેરકાયદેસર નાગરિકનું આધાર કાર્ડ ન બને. આ સાથે જ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે જરૂરિયાત સેવાઓ જેમ કે એલપીજી કનેક્શન, ટેલિફોન વગેરે માટે આધારકાર્ડ અનિવાર્ય નહી.

સુપ્રિમ કોર્ટે આ નિર્દેશ એક જનહિત યાચિકાની સુનાવણી દરમિયાન કર્યો હતો. પહેલાં કેટલીક વસ્તુઓ માટે આધારાકાર્ડ હોવું જરૂરી હતું જેમાં જેમની પાસે આધારકાર્ડ ન હતું તેમને પરેશાની થતી હતી.

aadhar-card

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટપણે કહ્યું હતું કે સરકારી સબસિડીનો ફાયદો લેવા માટે આધારકાર્ડ અનિવાર્ય બનાવવામાં આવ્યું નથી. એલપીજી ગેસ, ટેલિફોન વગેરે માટે હવે આધારકાર્ડ હોવું જરૂરી નથી. સંસદીય કાર્ય રાજ્યમંત્રી રાજીવ શુક્લાએ રાજ્યસભામાં કહ્યું હતું કે સબસિડીવાળી કોઇપણ યોજના માટે આધારકાર્ડ અનિવાર્ય કરવામાં આવ્યું નથી. તેમને કહ્યું હતું કે જો કોઇ કેન્દ્રિય ઉદ્યમ આમ કરી રહ્યું છે તો તેમાં સુધારો કરવામાં આવશે.

જો કે પહેલાં સમાચાર હતા કે રાંઘણગેસ પર આપવામાં આવતી સબસિડી અધારકાર્ડ સાથે જોડાયેલા તમારા બેંક એકાઉન્ટમાં આવશે. સબસિડીની રકમ ત્યારે જ એકાઉન્ટમાં આવશે. જ્યારે તમે પોતાના આધારકાર્ડ બનાવીને પોતાના બેંક એકાઉન્ટમાં લિંક કરાવ્યા હશે. એ પણ વાત સામે આવી છે કે આધારકાર્ડ ન હોવાના કારણે બજાર ભાવે સિલિન્ડર ખરીદવા પડશે. સૌથી વધુ ભ્રમની સ્થિતી એલપીજીના મુદ્દે થઇ રહી હતી જે કોર્ટના ચૂકાદા બાદ દૂર થઇ જશે.

English summary
In a significant development, the Supreme Court on Monday ruled that Aadhar cards are not mandatory even as various state governments insist on making it compulsory for a range of formalities, including marriage registration, disbursal of salaries and provident fund among other public services.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X