For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જિદ છોડો અરવિંદ... અનશન તોડો: અણ્ણા હજારે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અંબાલા, 5 એપ્રિલ: ગત 14 દિવસોથી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અનશન પર બેઠાં છે. ભલે તે હસતાં-હસતાં લોકોને કહી રહ્યાં હોય કે તે સંપુર્ણ રીતે સ્વસ્થ છે, પરંતુ તેમની લથડતી તબિયત માટે તેમના શુભચિંતક ચિંતિત છે.

એક સમયે અહિંસાવાદી અણ્ણા હજારેના ખાસ અંગત માનવામાં આવતાં અરવિંદ કેજરીવાલ માટે અણ્ણા હજારે પીગળી ગયા છે. તેમને અરવિંદ કેજરીવાલને અનુરોધ કર્યો હતો કે પોતાના અનશન સમાપ્ત કરી દે.

arvind-kejriwal

અણ્ણા હજારેએ એક રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલનું જીવન ભ્રષ્ટાચારની લડાઇ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેમને સમાજ માટે ઘણું બધું કર્યું છે.
અરવિંદ કેજરીવાલના અનશને દિલ્હીમાં 14મા દિવસમાં પ્રવેશ કરી લીધો છે. અણ્ણા હજારે જ્યારે 30 માર્ચના રોજ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા ત્યારે તેમને અનશન ખતમ કરવાની અપીલ કરી હતી.

તાજેતરમાં જ પોતાની જનતંત્ર યાત્રા શરૂ કરનાર અણ્ણા હજારેએ અંબાલા છાવણી અને યમુનાનગરના થાપર ગ્રાઉંડમાં રેલીઓને સંબોધિત કરી હતી. તેમને પોતાના સમર્થકોને કહ્યું હતું તે લોકતંત્રને મજબૂત બનાવવા સામે આવ્યાં છે.

English summary
Social activist Anna Hazare today appealed to Aam Aadmi Party (AAP) party leader Arvind Kejriwal to call off his fast in Delhi over inflated electricity bills.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X