સંસદ પર હુમલો કરવો પાક માટે લક્ષ્મણ રેખા પાર કરવા સમાન: આર કે સિંહ

Subscribe to Oneindia News

હાલમાં જ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્ર્રાઇકને અંજામ આપ્યો હતો. હવે એ વાતની આશંકા જતાવવામાં આવી રહી છે કે આનો બદલો લેવા માટે ભારતમાં આતંકવાદી હુમલો થઇ શકે છે. હાલમાં જ મળેલા સમાચારો મુજબ આઇએસઆઇએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને કહ્યું છે કે તે ગમે તેમ કરીને સર્જીકલ સ્ટ્રાઇકનો બદલો લે. સૂત્રો અનુસાર જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર સંસદ પર હુમલાની તૈયારે કરી રહ્યો છે.

rksingh

આ આશંકાને પગલે ભાજપના સાંસદ પૂર્વ ગૃહ સચિવ આર કે સિંહે જણાવ્યું કે સંસદ પર હુમલા બાદ અમે કોઇ ગંભીર પગલાં લીધા નહોતા. અમારે પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઇતો હતો કારણકે સંસદ પર હુમલો યુદ્ધ જેવી હરકત હતી. તેમણે કહ્યુ કે હું તેમને માત્ર એટલુ જ કહેવા માંગુ છુ કે જો આવુ કંઇ થયુ તો લક્ષ્મણરેખા પાર કરવા જેવુ થશે.

આતંકવાદી સંગઠન સંસદ પર કરી શકે છે હુમલો, સુરક્ષા વધારાઇ
પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઇક બાદ આતંકવાદીઓ સંસદ પર હુમલો કરી શકવાની યોજનાની બાતમીના આધારે સુરક્ષા વધારી દેવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ જો સંસદ પર હુમલો કરવામાં અસફળ રહ્યા તો તેઓ દિલ્હી સચિવાલય, લોટસ ટેમ્પલ અને અક્ષરધામ પર પણ હુમલો કરી શકે છે.

English summary
attack on parliament of india is like crossing of red line
Please Wait while comments are loading...