For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BBCની પીએમ મોદી પર બનેલી ડૉક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

પીએમ મોદી પર બનેલી બીબીસીની વિવાદિત ડૉક્યુમેન્ટ્રી પર કેન્દ્ર સરકારે લગાવેલા પ્રતિબંધના વિરોધમાં કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે.

|
Google Oneindia Gujarati News

BBC Documentary hearing in Supreme Court: બીબીસીની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી વિવાદિત ડૉક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાવવાના વિરોધમાં આજે એટલે કે શુક્રવારે 3 ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ આજે પીએમ મોદી પર બનેલી બીબીસી ડૉક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. જસ્ટીસ સંજીવ ખન્ના અને એમએમ સુંદરેશની બેંચ આ અરજીઓ પર સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે એન રામ, મહુઆ મોઈત્રા, પ્રશાંત ભૂષણ અને વકીલ એમએલ શર્માએ આના માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

Narendra Modi

વકીલ એમએલ શર્માએ દાખલ કરેલી જનહિત અરજીમાં બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન પર પ્રતિબંધને દૂર્ભાવનાપૂર્ણ, મનસ્વી અને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યુ છે. વરિષ્ઠ પત્રકાર એન રામ અને વકીલ પ્રશાંત ભૂષણે બીબીસી ડૉક્યુમેન્ટ્રીની લિંક હટાવવા સામે અરજી દાખલ કરી છે. અગાઉ એન રામ અને પ્રશાંત ભૂષણ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સી.યુ. સિંહે જણાવ્યુ હતુ કે કેવી રીતે કટોકટીની શક્તિઓનો ઉપયોગ કરીને કથિત રીતે તેમનુ ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યુ હતુ. તેમણે એમ પણ કહ્યુ કે અજમેરમાં બીબીસી ડૉક્યુમેન્ટરી સ્ટ્રીમ કરવા બદલ વિદ્યાર્થીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા.

અયોધ્યામાં રામ મંદિર પરિસરને ઉડાવી દેવાની ફોન પર મળી ધમકી, યુપી પોલીસ એલર્ટઅયોધ્યામાં રામ મંદિર પરિસરને ઉડાવી દેવાની ફોન પર મળી ધમકી, યુપી પોલીસ એલર્ટ

સમગ્ર મામલો

બીબીસીની ડૉક્યુમેન્ટ્રી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચનને લઈને રિલીઝ બાદથી વિવાદ થઈ રહ્યો છે. ડૉક્યુમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો છે કે આમાં 2002ના ગુજરાત રમખાણો સાથે સંબંધિત અમુક પાસાંઓની તપાસ કરવામાં આવી, એ વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. કેન્દ્ર સરકારે બીબીસી ડૉક્યુમેન્ટ્રીને એજન્ડા હેઠળ લાવવામાં આવેલ એક પ્રોપેગેન્ડા ગણાવ્યુ છે. સૂત્રો મુજબ બીબીસી ડૉક્યુમેન્ટ્રીના પ્રકાશન પછી તાત્કાલિક કેન્દ્રએ આ ડૉક્યુમેન્ટરીની યુટ્યુબ અને ટ્વિટર લિંક અટકાવવા માટે નિર્દેશો જાહેર કર્યા હતા. આ પ્રતિબંધની વિરોધ પક્ષો દ્વારા સખત ટીકા કરવામાં આવી હતી અને તેને સેન્સરશીપ ગણાવી હતી.

English summary
BBC documentary: Supreme Court hearing today on pleas against ban on BBC documentary related to PM Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X