For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગમે તે આવે બાબરી મસ્જિદ અયોધ્યામાં જ બનશે

સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભલે ગમે તે આવે પરંતુ બાબરી મસ્જિદ અયોધ્યામાં જ બનશે અને તે જગ્યાએ જ બનશે. અમે ગાંધીના અહિંસક વિચારોને નથી માનતા પરંતુ બંધારણમાં અમને પૂરો ભરોસો છે.

|
Google Oneindia Gujarati News

'સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભલે ગમે તે આવે પરંતુ બાબરી મસ્જિદ અયોધ્યામાં જ બનશે અને તે જગ્યાએ જ બનશે. અમે ગાંધીના અહિંસક વિચારોને નથી માનતા પરંતુ બંધારણમાં અમને પૂરો ભરોસો છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારના દબાણમાં પણ ચુકાદો સંભળાવી શકે છે. આજે દલિતો અને મુસલમાનો પર અત્યાચારો થઈ રહ્યા છે. તાજમહેલનું નિર્માણ મુસલમાનોએ કરાવ્યુ હતુ એટલા માટે તેના બધા પૈસા સરકાર નહિ પરંતુ મુસ્લિમ સમાજને મળવા જોઈએ.' યુપીના કાનપુરમાં આયોજિત 'દલિત-મુસ્લિમ સંમેલન' માં બોલતા આ વિવાદિત નિવેદન ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર માને કર્યુ.

દલિત મુસ્લિમ સંમેલનમાં આપ્યુ વિવાદિત નિવેદન

દલિત મુસ્લિમ સંમેલનમાં આપ્યુ વિવાદિત નિવેદન

શનિવારે કાનપુરના હલીમ મુસ્લિમ ઈન્ટર કોલેજમાં દલિત-મુસ્લિમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ. આ સંમેલનમાં આવેલા લોકોને સંબોધિત કરતા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર માને ઘણા વિવાદિત નિવેદન આપ્યા. તેમણે કહ્યુ કે પંદર ટકા મનુવાદીઓ દેશના 85 ટકા મૂળનિવાસી લોકો પર રાજ કરી રહ્યા છે. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે ભલે કોઈ ગમે તેટલુ જોર લગાવી લે પરંતુ બાબરી મસ્જિદ તે જગ્યાએ જ બનશે. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ એમ જે અકબરનો રાજીનામાથી ઈનકાર, પ્રિયા રમાની સામે માનહાનિનો કેસઆ પણ વાંચોઃ એમ જે અકબરનો રાજીનામાથી ઈનકાર, પ્રિયા રમાની સામે માનહાનિનો કેસ

દલિત મુસ્લિમ સંમેલનમાં આપ્યુ વિવાદિત નિવેદન

દલિત મુસ્લિમ સંમેલનમાં આપ્યુ વિવાદિત નિવેદન

શનિવારે કાનપુરના હલીમ મુસ્લિમ ઈન્ટર કોલેજમાં દલિત-મુસ્લિમ સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ. આ સંમેલનમાં આવેલા લોકોને સંબોધિત કરતા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર માને ઘણા વિવાદિત નિવેદન આપ્યા. તેમણે કહ્યુ કે પંદર ટકા મનુવાદીઓ દેશના 85 ટકા મૂળનિવાસી લોકો પર રાજ કરી રહ્યા છે. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે ભલે કોઈ ગમે તેટલુ જોર લગાવી લે પરંતુ બાબરી મસ્જિદ તે જગ્યાએ જ બનશે. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો પહોંચ્યા હતા.

દરેક બુથ પર કરીશુ ઈવીએમનો વિરોધ

દરેક બુથ પર કરીશુ ઈવીએમનો વિરોધ

કાર્યક્રમમાં રાજેન્દ્ર માને કહ્યુ, ‘અમારી ભીમ સેના અને ચંદ્રશેખરની ભીમ આર્મી એક સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે ભાજપને કોઈ પણ કિંમતે આ વખતે સત્તા પર આવવા નહિ દઈએ. અમારા સંગઠનના લોકો દરેક બુથ પર ઈવીએમનો વિરોધ કરીશુ અને જરૂર પડી તો ઈવીએમ તોડવાનું પણ કામ કરીશુ. હવે દલિતો અને મુસલમાનો પર કોઈ અત્યાચાર સહન કરવામાં નહિ આવે. અમારી ભીમ સેના અત્યાચાર કરનારાને સીધા યમલોક પહોંચાડે છે. 2 એપ્રિલે ભારત બંધ દરમિયાન દેશમાં જે થયુ તે માત્ર એક ઝલક હતી.'

આ પણ વાંચોઃ ‘તારી સરનેમ હિંદુ જેવી નથી લાગતી' કહી વૈજ્ઞાનિકને ગરબામાંથી બહાર કાઢ્યોઆ પણ વાંચોઃ ‘તારી સરનેમ હિંદુ જેવી નથી લાગતી' કહી વૈજ્ઞાનિકને ગરબામાંથી બહાર કાઢ્યો

English summary
Bhim Sena President Gives Controversial Statement Over Ayodhya and Babri Masjid.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X