ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી

ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી 18 ઉમેદવારોની પહેલી યાદી

નવી દિલ્હીઃ ભાજપે ગુરુવારે 18 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉમેદવારોની આ યાદી અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરી છે. આ યાદીમાં અરુણાચલ પ્રદેશની છઠ્ઠી અને સિક્કિમની 12 સીટ પર ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. આગામી લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્ય ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થનાર છે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં પહેલા તબક્કામાં વિધાનસભા ચૂંટણી થનાર છે.

ચૂંટણી સમિતિની બેઠક બાદ યાદી જાહેર

ભાજપની કેન્દ્રીય ચૂંટણઈ સમિતિની બુધવારે સાંજે દિલ્હીમાં મળેલ ત્રીજી બેઠક બાદ આ યાદી જાહેર કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની હાજરીમાં મળેલ આ બેઠક બાદ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર થવાની વાત કહેવામાં આવી રહી હતી પરંતુ હજુ સુધી માત્ર વિધાનસભા માટે જ ઉમેદવારોના નામ સામે આવ્યાં છે.

મોડી રાત સુધી ચાલી બેઠક

મોડી રાત સુધી ચાલી બેઠક

બુધવાર પહેલા મંગળવારે પણ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મોડી રાત્રે 1 વાગ્યા સુધી બેઠક મળી. અમિત શાહની અધ્યક્ષતામાં થયેલ આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, શિવરાજ સિંહ ચૌહાણ, જેપી નડ્ડા, નિતિન ગડકરી અને થાવરચંદ ગહલોત સામેલ રહ્યા.

સિક્કિમ અન અરુણાચલમાં પહેલા તબક્કામાં ચૂંટણી

સિક્કિમ અન અરુણાચલમાં પહેલા તબક્કામાં ચૂંટણી

દેશમાં 11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં ચૂંટણી થનાર છે અે 23 મેએ લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સાથે જ ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પણ થનાર છે. સિક્કિમની 32 વિધાનસભા સીટ માટે 11 એપ્રિલે લોકસભા સીટની એક સીટ માટે સાથે મતદાન થશે. અરુણાચલ પ્રદેશની 60 વિધાનસભા સીટો પર પણ પહેલા તબક્કામાં 11 એપ્રિલે ચૂંટણી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X