For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર 4 વર્ષ: હવાઈ મુસાફરી સામાન્ય માણસો માટે સરળ બની

છેલ્લા 4 વર્ષોમાં ભારતમાં સિવિલ એવિયેશન ઈન્ડિસ્ટ્રીમાં ઘણો વધારો થયો છે. સિવિલ એવિયેશન ઈન્ડિસ્ટ્રી દેશની સૌથી ઝડપથી વિકાસ પામતી ઈન્ડિસ્ટ્રી ગણાય છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

છેલ્લા 4 વર્ષોમાં ભારતમાં સિવિલ એવિયેશન ઈન્ડિસ્ટ્રીમાં ઘણો વધારો થયો છે. સિવિલ એવિયેશન ઈન્ડિસ્ટ્રી દેશની સૌથી ઝડપથી વિકાસ પામતી ઈન્ડિસ્ટ્રી ગણાય છે. સિવિલ એવિયેશન ઈન્ડિસ્ટ્રીના વિકાસ માટે કેન્દ્ર સરકાર ઘ્વારા ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. દેશના અલગ અલગ એરપોર્ટ પર આવી રહેલી સમસ્યાઓ દૂર કરવામાં આવી. નાના શહેરોમાં પણ વિમાન સેવા શરૂ કરવામાં આવી છે.

વિમાન મુસાફરી કરનાર લોકોમાં વધારો થયો

વિમાન મુસાફરી કરનાર લોકોમાં વધારો થયો

મોદી સરકારના 4 વર્ષમાં વિમાન મુસાફરી કરનાર લોકોની સંખ્યામાં 18 થી 20 ટકા જેટલો વધારો થયો છે. દુનિયામાં હવે ભારત સિવિલ એવિયેશન ઈન્ડિસ્ટ્રી ત્રીજા નંબરે આવે છે. એક આંકડા અનુસાર ટ્રેનના એસી ડબ્બામાં મુસાફરી કરનાર લોકો કરતા વિમાનમાં મુસાફરી કરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે.

હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે 'UDAN' નામની યોજના લોન્ચ

હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે 'UDAN' નામની યોજના લોન્ચ

ભારતમાં વિમાન મુસાફરી કરતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એટલું જ નહીં પરંતુ ભારતીય રેલવે એસી કોચની સરખામણીમાં પણ વધારે વિમાન મુસાફરી કરતા યાત્રીઓ છે. આ સફળતા પાછળ સિવિલ એવિયેશન મંત્રાલયનો મોટો હાથ રહ્યો છે. મંત્રાલય ઘ્વારા તેના માટે ખુબ જ મહેનત કરવામાં આવી છે. 21 ઓક્ટોબર 2016 દરમિયાન નાના શહેરોમાં વિમાન કનેક્ટિવિટી વધારવા 'UDAN' માટે નામની યોજના લોન્ચ આવી હતી. મંત્રાલય ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ દેશના લગભગ 100 જેટલા હવાઈ મથકને ફરીથી ચાલુ કરવામાં આવશે.

ઘણા શહેરોના એરપોર્ટને ઇન્ટરનૅશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યા

ઘણા શહેરોના એરપોર્ટને ઇન્ટરનૅશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યા

એટલું જ નહીં પરંતુ ઘણા શહેરોના એરપોર્ટને ઇન્ટરનૅશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યા. જેમાં ભોપાલ, ઇન્દોર, રાયપુર જેવા ઘરેલુ એરપોર્ટ પણ શામિલ છે. ઇન્ટરનૅશનલ એરપોર્ટ જાહેર કર્યા પછી ત્યાં ઘણી સુવિધાઓમાં વધારો થયો છે. 9000 ફૂટનો રનવે બનાવવામાં આવ્યો. એટલું જ નહીં પરંતુ રાત્રે વિમાનની લેન્ડિંગ માટે નવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી. એરપોર્ટ પર સ્વાસ્થ્ય સેવા પણ શરૂ કરવામાં આવી.

સોલાર પેનલો

સોલાર પેનલો

દિલ્હી, કોચી અને હૈદરાબાદ જેવા વિમાન મથકને ગ્રીન એનર્જી ઉર્જામાં બદલવામાં આવ્યું. ત્યારપછી કોચી વિમાન મથક સોલાર પેનલો સાથે 100 ટકા સૂર્ય ઉર્જાથી ચાલે છે. જો દિલ્હી વિશે વાત કરવામાં આવે તો એરપોર્ટ રનવે પર સોલાર પેનલો લગાવવામાં આવી છે. હૈદરાબાદ વિમાન મથક પાસે પૂરતી જમીન છે, ત્યાં પણ સોલાર એનર્જી માટે કામ ચાલી રહ્યું છે. સિવિલ એવિયેશન મંત્રાલય ઘ્વારા નવી પોલિસી પણ બનાવવામાં આવી છે. જેના કારણે નાના શહેરોમાં કનેક્ટિવિટી વધશે.

English summary
Civil Aviation industry in 4 year of modi government air travel became accessible to common man
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X