For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પદ્મશ્રી નારાયણ દેબનાથ કાર્ટૂનિસ્ટનું નિધન, મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક

દેશના પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ નારાયણ દેબનાથનું મંગળવારની સવારે કોલકાતાની એક હોસ્પિટલમાં લાંબી બીમારીના કારણે અવસાન થયું છે. નારાયણ દેબનાથ કોમિક પાત્રો બંતુલ ધ ગ્રેટ, હાંડા-ભોંડા અને નોન્ટે-ફોન્ટેના સર્જક હતા.

|
Google Oneindia Gujarati News

કોલકાતા : દેશના પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ નારાયણ દેબનાથનું મંગળવારની સવારે કોલકાતાની એક હોસ્પિટલમાં લાંબી બીમારીના કારણે અવસાન થયું છે. નારાયણ દેબનાથ કોમિક પાત્રો બંતુલ ધ ગ્રેટ, હાંડા-ભોંડા અને નોન્ટે-ફોન્ટેના સર્જક હતા. દેબનાથનું 97 વર્ષની વયે અવસાન થયું છે. હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે, પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત દેબનાથે સવારે 10.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમને 24 ડિસેમ્બરે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વેન્ટિલેટર પર હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

CM મમતા બેનર્જી

CM મમતા બેનર્જીએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખની વાત છે કે જાણીતા સાહિત્યકાર, કાર્ટૂનિસ્ટ અને બાળકોની દુનિયા માટે કેટલાક અમર પાત્રોના સર્જક નારાયણ દેબનાથ રહ્યાં નથી. તેમણે બંતુલ ધ ગ્રેટ, હાંડા-બોન્ડા, નોન્ટે-ફોન્ટે જેવા કાર્ટૂન બનાવ્યા, જે દાયકાઓથી આપણા હૃદયમાં અંકિત છે. મમતા બેનર્જીએ લખ્યું કે, 2013માં બંગાળના સર્વોચ્ચ એવોર્ડ બંગ ભૂષણથી તેમનું સન્માન કરવામાં અમને ગર્વ છે.

તેમનું અવસાન ચોક્કસપણે સાહિત્યિક સર્જનાત્મકતા અને કોમિક્સની દુનિયા માટે એક અપુરતી ખોટ છે. તેમના પરિવાર, મિત્રો, વાચકો અને અસંખ્ય ચાહકો અને અનુયાયીઓ પ્રત્યે મારી ઊંડી સંવેદના. સોમવારના રોજ તેમની તબિયતમાં થોડો સુધારો થયો હતો, પરંતુ મંગળવારના રોજ સવારથી તબિયત બગડવા લાગી હતી. વરિષ્ઠ લેખક અને કલાકાર દેબનાથનું બીપી વધી ગયું હતું.

English summary
famous cartoonist padmashree narayan debnath passed away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X