For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશમાં 'હાથી' પર સવાર થશે કોંગ્રેસ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જાન્યુઆરી: લોસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ અને બસપામાં ચૂંટણી પહેલાં ગઠબંધનને લઇને કસરત શરૂ થઇ ગઇ છે. જો કે બસપામાં માયાવતી બાદ નંબર બેની હેસિયત ધરાવનાર સતીશ ચંદ્ર મિશ્રએ આ સંદર્ભે ત્રણ જાન્યુઆરીના રોજ કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરી હતી. લોકસભાની જંગમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને માત આપવા માટે કોંગ્રેસમાં ગઠબંધનની સંભાવના શોધવામાં આવી રહી છે.

પહેલાં કોંગ્રેસ સાથે આ ગઠબંધનને લઇને બસપા ઇચ્છુક જોવા મળી રહી ન હતી, પરંતુ ઉત્તર પ્રદેશનાં બદલાતી સ્થિતીને જોતાં બસપા નેતા સતીશ ચંદ્ર મિશ્રની કોગ્રેસ હાઇકમાન્ડ સાથે મુલાકાત બાદ ગઠબંધનના પ્રયત્નો બંને તરફથી આગળ વધી રહ્યાં છે.

ભષ્ટ્રાચાર અને મોંઘવારીની બદનામીનો સામનો કરી રહેલી કોંગ્રેસ હવે 2014ની લોકસભાની ચૂંટણી માટે નવી રણનિતીઓ તૈયાર કરી રહી છે. પાર્ટીમાં ઉચ્ચ સ્તર પર સહમતિ બની છે કે કોંગ્રેસે ચૂંટણી પહેલાં ગઠબંધન વિચારને અમલમાં મુકવો જોઇએ.

rahul-mayawati

ગઠબંધનની સંભાવનાઓને ખંખોળી રહેલી કોંગ્રેસને એંટણી સમિતિમાં સામેલ એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે યુપીમાં બસપા સાથે ગઠબંધન બંને પાર્ટીઓ માટે સારું સાબિત થઇ શકે છે. પ્રદેશમાં બંને પાર્ટીઓનું દલિત-મુસ્લિમ સમીકરણ વિરોધી પક્ષોને માત આપી શકે છે.

પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે સપાની સાથે ગઠબંધનની કોઇ સંભાવના નથી. કારણ કે મુજફ્ફરનગરમાં રમખાણો અને કથળતી કાનૂન વ્યવસ્થાને લઇને બદનામ સપા સરકાર સાથે અંતર બનાવવું અને તેના વિરૂદ્ધ અવાજ બુલંદ કરવો કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થશે. જો કે બસપા સાથે ગઠબંધનના પ્રયત્નો શરૂ થઇ ગયા છે.

પાર્ટીના વરિષ્ઠ પદધિકારીએ સતીશ ચંદ્ર મિશ્રની કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ત્રણ જાન્યુઆરી રોજ થયેલી મુલાકાતની પુષ્ટિ પણ કરી હતી. આ વાતચીત હજુ શરૂઆતી સ્તર પર છે. પાર્ટીએ હજુ બસપા સાથે ગઠબંધન કરવાને ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે સતીશ મિશ્રએ કોંગ્રેસ હાઇકમાન્ડનો આ સંદેશ બસપા સુપ્રીમો માયાવતીને આપવાની વાત કહી છે.

English summary
Ahead of the 2014 Lok Sabha elections, the Congress party’s woes appear to be serious. To be sure, the UPA is hardly in a good place for a third-term at the Centre as the ruling party is now mired in the lowest point, at least in terms of public opinion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X