
વિવાદો વચ્ચે ટ્વિટરમાંથી 5.4 મિલિયન યુઝર્સનો ડેટા ચોરી, જાણો હવે શું થઇ શકે?
એન મસ્કના હાથમાં ટ્વિટરની કમાન આવ્યા બાદ તે સતત વિવાદોમાં છે. હવે ટ્વિટરને લઈને વધુ એક ખતરનાક માહિતી સામે આવી છે. મળતી વિગતો અનુસાર, હેકરોએ ટ્વિટરમાંથી લાખો યુઝર્સની માહિતીની ચોરી કરી છે.
સામે આવેલી માહિતી અનુસાર, એક બગ દ્વારા લગભગ 5.4 મિલિયન ડેટાની ચોરી કરાઈ છે. ઓનલાઈન હેકર ફોરમ દ્વારા યુઝર્સનો આ ડેટા લીક કરવામાં આવ્યો છે. ચૌકાવનારી બાબત એ છે કે આ ડેટા ઓનલાઈન વેચાયો હોવાના પણ અહેવાલ છે.
બ્લીપિંગ કોમ્પ્યુટરના એક અહેવાલ અનુસાર, આ ડેટામાં ખાનગી ફોન નંબર અને ઈમેલ એડ્રેસ સહિતની જાહેર માહિતીનો સમાવેશ થાય છે. આ માહિતી જાહેર કરવામાં આવતી નથી. ડેટા લીકની આ માહિતી સૌપ્રથમ સુરક્ષા નિષ્ણાત ચાડ લોડરે ટ્વિટર પર આપી હતી. આ પછી પ્લેટફોર્મ પરથી ડેટા લીક કરતા બગને દૂર કરાયુ છે. ડેટા લીક અંગે લોડરે કહ્યું કે, મને EU અને USમાં લાખો ટ્વિટર એકાઉન્ટ્સને અસર કરતા મોટા ટ્વિટર ડેટા લીકના પુરાવા મળ્યા છે. મેં પ્રભાવિત એકાઉન્ટ ધાકરોનો સંપર્ક કર્યો છે અને તેઓએ આ વાત સ્વીકારી છે. લોડરના જણાવ્યા મુજબ, 2021 પહેલા ક્યારેય ડેટા લીક થયો ન હતો.
અહીં તમને જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં ટ્વિટર પરથી બિન-જાહેર માહિતી ધરાવતો ડેટા ચોરવામાં આવ્યો હતો. જારી કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, હેકરવન બગ બાઉન્ટી પ્રોગ્રામમાં વર્ણવેલ ટ્વિટર APIનો ઉપયોગ કરીને ડિસેમ્બર 2021માં આ ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. મોટાભાગના ડેટામાં જાહેર માહિતીનો સમાવેશ થાય છે, જેમ કે Twitter ID, સ્થાન, નામ, લૉગિન નામ અને વેરિફિકેશનની સ્થિતિ. આમાં ફોન નંબર અને ઈ-મેલ આઈડી સંબંધિત માહિતી પણ સામેલ હતી.
અહીં તમને જણાવી દઈએ કે, આ મામલે હજુ સુધી ટ્વિટરના માલિક એલન મસ્કની કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ પહેલા એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, વોટ્સએપમાંથી 84 દેશ સાથે જોડાયેલા ડેટાની ચોરી કરવામાં આવી હતી.