2022 સુધીમાં 83 હજાર કિમી રોડનું નિર્માણ કરશે સરકાર

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે નાણા મંત્રી અરુણ જેટલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પરિષદમાં 7 લાખ કરોડના મેગા ઇન્ફ્રા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. આર્થિક મામલાના સચિવ સુભાષ ગર્ગે અહીં ભારતીય અર્થવ્યવસ્થાના વખા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મોંઘવારીમાં ઘટાડો થયો છે અને વિદેશી મુદ્રાના ભંડારમાં વધારો થયો છે.

arun jaitley press conference

આ પત્રકાર પરિષદમાંના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...

 • વિદેશી હૂંડિયામણનું રોકાણ વધીને 400 બિલિયન ડૉલર થયું છે. આ દર્શાવે છે ભારત પર લોકોનો વિશ્વાસ વધ્યો છે.
 • જીએસટી સૌથી મોટો સુધારો છે. આ સિવાય નોટબંધી પણ કાળા નાણાંને નિયંત્રણમાં લેવામાં સફળ રહી છે.
 • જીએસટીથી ભ્રષ્ટાચાર ઘટ્યો છે.
 • સરકાર અસરકારક અને લક્ષિત પ્રોજેક્ટ પર ખર્ચને પ્રાથમિકતા આપી રહી છે.
 • વર્ષ 2012માં ફિસ્કલ ડેફિસિટ 5.9 ટકા હતી, જે માર્ચ, 2017માં ઘટીને 3.5 ટકા થઇ છે અને માર્ચ 2018માં તે ઘટીને 3.2 ટકા થશે એવું અનુમાન છે.
 • સરકારે આ પત્રકાર પરિષદમાં 7 લાખ કરોડના મેગા ઇન્ફ્રા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.
arun jaitley
 • રસ્તાઓના નિર્માણ માટે સરકાર શરૂ કરશે ભારત માલા પ્રોગ્રામ
 • ભારત માલા પ્રોગ્રામ હેઠળ 2000 કિમી જેટલી ભારતીય સીમાઓ પર રસ્તાઓનું નિર્માણ થશે
 • 2022 સુધીમાં 83 હજાર કિમીના રસ્તાઓનું નિર્માણ 
 • જે હેઠળ 34.800 કિમીના રસ્તાઓનું નિર્માણ થશે. આ પ્રોજેકટ્નો અમલ એનએચએઆઇ, એનએચઆઇડીસીએલ, એમ ઓઆરટીએચ અને સ્ટેટ પીડબલ્યુડી દ્વારા કરવામાં આવશે.
 • મોંઘવારીમાં સતત ઘટાડો નોંધાયો છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા બનશે. અર્થતંત્રમાં રોડ, હાઉસિંગ, પાવર, રેલવે અને ડીજિટલ ઇન્ફ્રા પર વધુ ભાર મુકાવામાં આવે છે: અરુણ જેટલી
 • અર્થવ્યવસ્થાના પડકારો ઝીલવા માટે પણ સરકાર તૈયાર છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતનો ઝડપી વિકાસ થયો છે. મોટા પરિવર્તનો લાંબા ગાળા માટે ફાયદાકારક છે: અરુણ જેટલી
English summary
Finance Minister Arun Jaitley addressed press conference on Tuesday.
Please Wait while comments are loading...