For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છાત્રો પાસે કરાવ્યું ટોઇલેટ સાફ, શિક્ષક FIR વિરુદ્ધ દાખલ

|
Google Oneindia Gujarati News

mumbai-map
મુંબઇ, 18 માર્ચઃ માયાનગરી મુંબઇમાં ત્રણ વિદ્યાર્થીઓને ક્લાસમાં વાત કરવાની એવી સજા મળી કે જે અંગે વિચારેને પણ તમે આશ્ચર્ય પામશો. દાદરમાં એક સ્કૂલમાં પહેલી ક્લાસમાં ભણતા ત્રણ વિદ્યાર્થીઓ પાસે ક્લાસમાં વાત કરવાની સજાના ભાગ રૂપે સ્કૂલના તમામ ટોઇલેટની સફાઇ કરાવવામાં આવી. મુંબઇ પોલીસે બાળકો સાથેના આ પ્રકારના અમાનવીય વ્યવહાર કરનાર સ્કૂલના પ્રિન્સિપાલ અને એક શિક્ષીકા વિરુદ્ધ મામલો દાખલ કર્યો છે.

આ ઉપરાંત સ્કૂલે ત્રણ વિદ્યાર્થીઓને ચેઇન સાથે બાંધીને પરેડ કરાવવા અને ટોયલેટ સાફ કરાવવા મજબૂર કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. છાત્રો સાથે આ પ્રકારનો વ્યવહાર કરનારા શિક્ષકો વિરુદ્ધ બાળકોના વાલીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. પોલીસ ઉપાયુક્ત ધનંજય કુલકર્ણીના મતે વાલીઓની ફરિયાદ બાદ સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષિકા સિંડ્રેલા પરેરા વિરુદ્ધ કિશોર ન્યાય અધિનિયમ હેઠળ મામલો દાખલ કર્યો છે. અત્યારસુધી બન્નેની ધરપકડ તો નથી થઇ પરંતુ મામલો દાખલ કરવામાં આવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે પોલીસ ટૂંક સમયમાં તેમને અટકાયતમાં લઇને પૂછપરછ કરી શકે છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે કોઇપણ કાર્યવાહી કરતા પહેલા સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓને આ ઘટના અંગે પૂછપરછ કરીને માહિતી એકઠી કરવા માંગે છે. જાણકારી અનુસાર સ્કૂલમાં આ પ્રકારની સજા મળ્યા બાદ ત્રણેય વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને બનાવ અંગે જણાવ્યું હતું. બાળકોના વાલીઓએ જ્યારે આ અંગે ફરિયાદ કરી તો સ્કૂલ તરફથી તેમને કોઇ સંતોષજનક જવાબ મળ્યો નહીં, ત્યારબાદ લોકોએ આ ઘટનાની ફરિયાદ દાદર પોલીસ મથકે કરાવી. પોલીસ વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરાવવાની તૈયારી કરી રહી છે.

English summary
FIR filed against school principal and teachers after forcing school students to Clean toilets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X