પણજી પેટાચૂંટણીમાં મનોહર પર્રિકર 4803 વોટથી જીત્યા

Posted By:
Subscribe to Oneindia News

ચૂંટણી આયોગ દ્વારા આજે બવાના પેટા ચૂંટણીના પરિણામોને જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બવાના પેટાચૂંટણીના પરિણામ રાજકીય નજરે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે આ પરિણામ પથી દેશની રાજધાનીમાં કોનું પલડું ભારે હશે તે સ્પષ્ટ થશે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની આ પેટા ચૂંટણીની લડાઇમાં કુલ 8 ઉમેદવારનું ભાવિ આજે નક્કી થશે. જેમાં પણજીની પેટાચૂંટણીમાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર 4803 વોટથી જીતી ગયા છે. પણજીની પેટાચૂંટણીમાં પોતાની જીત બાદ મુખ્યમંત્રી મનોહર પર્રિકરે મીડિયાને જણાવ્યું હતું કે તે આવનારા અઠવાડિયામાં રાજ્યસભાની સદસ્યતાથી રાજીનામું આપી દેશે.

Woman locked in room for 20 years, rescued by Goa Police
Manohar Parrikar

તો બીજી તરફ ગોવાના વાલપોઇ પેટાચૂંટણીમાં ભાજપના વિશ્વજીત રાણે 10066 વોટથી જીત્યા છે. ઉલ્લેખનીય છે કે આ પેટા ચૂંટણીમાં મુખ્યમંત્રી પર્રિકર સિવાય ભાજપના વેદ પ્રકાશ, આમ આદમી પાર્ટીના રામ ચંદેર અને કોંગ્રેસના સુરેન્દ્ર કુમાર જેવા ગોવાના વરિષ્ઠ નેતાઓનું ભાવી પણ નક્કી થશે. નોંધનીય છે કે ગત 23 ઓગસ્ટના રોજ બવાનામાં પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું. અને કુલ 45 ટકા જેવું જ મતદાન થયું હતું જે 2015ની વિધાનસભાની ચૂંટણી કરતા ખૂબ જ ઓછું હતું.

English summary
Goa Chief Minister Manohar Parrikar won the Panaji bypoll with a margin of 4,803 votes.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.