• search

સફળ થયો હાફિઝ સઇદ તો કાશ્મીરમાં લોહીથી લાલ થઇ જશે EVM!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  શ્રીનગર, 3 નવેમ્બર: રવિવારે રાત્રે વાઘા બોર્ડર પર થયેલા બોમ્બ વિસ્ફોટે પાકિસ્તાન અને ભારત બંનેને હલાવી નાખ્યું છે. પાકિસ્તાનના આ વિસ્ફોટ બાદ ઇન્ડિયા બોર્ડર પર ચોકસાઇ વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સી દ્વારા જે બાતમી મળી રહી છે તે અનુસાર આતંકવાદી હાફિઝ સઇદ હાલમાં પીઓકેના મુઝફ્ફરાબાદને પોતાનું નવું ઠેકાણું બનાવી ચૂક્યો છે. અને જે સમાચાર મળી રહ્યા છે તે અનુસાર તે મુઝફ્ફરાબાદમાં એક આતંકી ટ્રેનિંગ કેમ્પ ચલાવી રહ્યો છે.

  ઇંટેલિજન્સ સૂત્રો અનુસાર હાફિઝ સઇદે પૂરમાં ઘરવિહોણા બનેલા નવયુવકોને આતંકી ટ્રેનિંગ કેમ્પમાં ભર્તી થવાનું નિમંત્રણ આપ્યું છે, જે કાશ્મીરમાં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા ખૂબ જ ચિંતાજનક છે. જોકે આ અંગે આપણી સેના અને ગુપ્તચર એજન્સીઓ પોતાનું કામ યથાયોગ્ય રીતે કરી જ રહી છે પરંતુ આ રીતે આવેલા સમાચારોએ કાશ્મીરીઓ સહિત આખા દેશવાસીઓને ચિંતામાં નાખી દીધા છે.

  hafiz saeed
  ભારતીય ગુપ્તચર એજન્સીઓના હિસાબથી હાફિઝ સઇદે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને જણાવ્યું છે કે તે 7 સપ્ટેમ્બરના રોજ આવેલ પૂરથી ઘરવિહોણા અને બેરોજગાર બનેલા નવયુવકોને તેના ટ્રેનિંગ કેમ્પમાં સામેલ કરે.

  સુરક્ષા વિશેષજ્ઞ મેજર જનરલ (નિવૃત્ત) પ્રબીર કુમાર ચક્રવર્તીએ મીડિયાને જણાવ્યું કે કાશ્મીરમાં પૂરથી બેરોજગાર બનેલા યુવકોનું પુનર્વસન જરૂરી છે, સરકારે એ તરફ ધ્યાન આપવું જોઇએ, નહીંતર આતંકવાદીઓ આ તકનો લાભ ચોક્કસ ઊઠાવશે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી આ મહીનાના અંતમાં યોજાવાની છે જે પાંચ ચરણોમાં પૂરી થશે.

  હવે સવાલ એ પેદા થાય છે કે જો ખરેખર સઇદનું કેમ્પ સફળ થયું તો શું કાશ્મીરમાં શાંતિથી ચૂંટણી થઇ શકે છે કારણ કે ચક્રવર્તીની વાતમાં દમ છે કે ભૂખ્યું પેટ માત્ર રોટલી માગે છે અને આતંકવાદીઓ એ વાતનો પૂરેપૂરો ફાયદો ઊઠાવવાની ફિરાકમાં છે જેમાં હાફિઝના મિશનમાં અલગતાવાદી સંગઠન પણ ઉત્પેરકનું કામ ચોક્કસ કરશે. માટે ટૂંક સમયમાં આ વાત પર એક્શન ના લેવામાં આવ્યું તો એમાં કોઇ શંકાને સ્થાન નથી કે આ વખતે કાશ્મીરમાં ઇવીએમ શ્યાહીથી નહીં પરંતુ લોહીથી લાલ થશે.

  આ અંગે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે આપવામાં આવેલા કોમેંટબોક્સમાં લખો...

  English summary
  Pakistani terrorist and 26/11 Mumbai attack mastermind Hafeez Saeed has asked the Lashkar-e-Taiba (LeT) militant group to recruit youth in Kashmir who have been rendered homeless and jobless by devastating floods in the Valley, sources in the Indian intelligence agencies said.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more