For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કેદારનાથ મંદિરના ઘંટ પર 9 કલાક સુધી લટકી તથા લાશો પર ઉભા રહીને બચાવ્યો જીવ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દહેરાદુન, 25 જૂન: ટિહરી નિવાસી વિજેન્દ્ર સિંહ નેગી ઉત્તરાખંડમાં ભીષણ પૂરના તે ભયાનક સ્વરૂપને જીંદગીભર ભૂલી શકશે નહી, જ્યારે તેને કેદારનાથ મંદિરના ઘંટ પર નવ કલાક સુધી લટકી રહીને અને ગળા સુધી પાણીમાં તરતી લાશો પર ઉભા રહીને જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો.

36 વર્ષીય વિજેન્દ્ર સિંહ નેગીના સંબંધીઓ અને દિલ્હી પર્યટન ઓપરેટર ગંગા સિંહ ભંડારીએ કહ્યું હતું કે પૂર દરમિયાન તે સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મંદિરના ઘંટ પર લટકી રહ્યો હતો. સંતુલન બનાવવા માટે તે પાણીમાં તરતી લાશો પર ઉભો રહ્યો હતો. પાણીના તેજ પ્રવાહથી તેના કપડાં ફાટી ગયા હતાં પરંતુ જીવિત રહેવાની આશામાં તે જેમ તેમ કરીને ઉભો રહ્યો.

kedarnath-temple

ભંડારીએ કહ્યું હતું કે વિજેન્દ્ર સિંહ નેગી મંદિર પાસે આવેલી ત્રણ માળની બિલ્ડિંગના ધાબા પરથી પાણીમાં કૂદ્યો હતો અને ત્યારબાદ તેને મંદિરમાં શરણ લીધી. નેગીના હાથમાં મોટા છાળા પડી ગયા છે. કલાકો સુધી લટકી રહ્યો હોવાથી વિજેન્દ્ર નેગીની પકડ ઢીલી પડી ગઇ હતી, તો તેને સંતુલન બનાવી રાખવા માટે પાણીમાં વહેતી લાશોનો સહારો લીધો. તેને કહ્યું હતું કે તે જંગલમાં બે દિવસ સુધી પડી રહ્યો ત્યારબાદ સેનાના હેલિકોપ્ટરે તેને બચાવ્યો હતો.

ભંડારીએ કહ્યું હતું કે નેગીને જીવિત જોઇએ તેના પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ ભરાઇ આવ્યા હતા. તેને બે નાના-નાના બાળકો છે. ભગવાનની કૃપાથી તે મોતના મુખમાંથી બચીને પરત ફર્યો છે.

English summary
For 36-year-old Tehri-resident Vijender Singh Negi, hanging from the Kedarnath temple bell while standing over floating corpses in neck-deep water for nine straight hours helped him survive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X