For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય રેલવેએ RAC ક્વોટા બમણો કર્યો

|
Google Oneindia Gujarati News

indian-railway
નવી દિલ્હી, 10 જૂન : ભારતીય રેલવે પોતાના મુસાફરોની સુવિધા અને સુગમતા વધે તેને ધ્યાનમાં લઇને વિવિધ ફેરફારોને અમલમાં મૂકી રહી છે. આ અંતર્ગત ભારતીય રેલવેએ હવે આરએસી ક્વોટા બમણો કર્યો છે. આમ કરવાથી રિઝર્વેશનનું વેઇટિંગ લિસ્ટ ઓછું થથે અને મુસાફરોને ઝડપથી રિઝર્વેશન પ્રાપ્ત થશે.

રેલવેની વિવિધ ટ્રેનમાં આરએસી (રિઝર્વેશન અગેન્‍સ્‍ટ કેન્‍સલેશન)નો ક્‍વોટા વધારીને બમણો કરાયો છે. ટ્રેનમાં રિઝર્વેશનનું વેઇટીંગ લિસ્‍ટ ઓછું કરવા મુસાફરોના હિતમાં આ નિર્ણય લેવાયો હોવાનું રેલવે બોર્ડે જણાવ્‍યું છે.

હવે સિલ્‍પર કલાસમાં આરએસી ક્‍વોટા પાંચ સાઇડ લોઅર બર્થના સ્‍થાને 10 લોઅર બર્થનો રહેશે. એસી ટુ ટાયર અને ફર્સ્‍ટ કલાસનો આ ક્‍વોટા બેથી વધારીને ચાર બર્થનો કરાયો છે. તેવી જ રીતે થ્રી ટાયરમાં એસી ક્‍વોટા બેથી વધારીને ચાર લોઅર બર્થનો કરાયો છે. રાજધાની તથા દૂરંતો ટ્રેનમાં આરએસી ક્‍વોટા ત્રણ સાઇડ લોઅર બર્થથી વધારી છ સાઇડ લોઅર બર્થનો કરાયો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રેલવેએ ભારતીય રેલવેની ઓનલાઇન ટિકિટ બૂકિંગ સેવા IRCTC ઇ ટિકિટના બૂકિંગમાં માગ અને પુરવઠા વચ્ચેની ખાઇને પૂરી કરવા માટે યોજના જાહેર કરી હતી. જેમાં વર્તમાન નાણાકીય વર્ષમાં જ આઇઆરસીટીસી એક જ મિનીટમાં એક સાથે 7200 ટિકિટ્સ બૂક કરી શકાય તેવી ક્ષમતા વિકસાવી લેશે. વર્તમાન સયમાં આઇઆરસીટીસીની ઓનલાઇન બૂકિંગ સાઇટ વેબસર્વર્સ પર 1.2 લાખ કનેક્શન્સ ધરાવે છે. વર્તમાન સમયમાં સાઇટ એક મિનિટમાં 2000 ટિકટ્સ બૂક કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

English summary
Indian railway has doubled RAC quota.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X