For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘેંટા-બકરાની જેમ મતદાન કરે છે ભારતીય જનતા: કાત્જૂ

|
Google Oneindia Gujarati News

justice katju
નવી દિલ્હી, 31 માર્ચ: ભારતને પૂર્ણ લોકતંત્ર માનવાથી ઇનકાર કરતા ભારતીય પ્રેસ પરિષદના અધ્યક્ષ ન્યાયમૂર્તિ માર્કેન્ડેય કાત્જૂએ જણાવ્યું કે 90 ટકા લોકો ઘેંટા-બકરાની જેમ મતદાન કરે છે. ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કાત્જૂએ જણાવ્યું કે ' લોકો ઢોરના ટોળાની જેમ વિચાર્યા વગર જાતિ અને ધર્મના આધારે મતદાન કરે છે.'

કાત્જૂએ જણાવ્યું કે 'ભારતીય મતદાતાઓના સમર્થનના કારણે જ ઘણા ક્રિમિનલ સંસદમાં છે.' સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશે જણાવ્યું કે તેઓ મતદાન નહીં કરે કારણ કે દેશને કેટલાક એવા નેતાઓ ચલાવી રહ્યા છે જે પોતાની જાતિના કારણે ચૂંટાણ આવે છે. આ લોકતંત્રનું અસલી રૂપ નથી.

તેમણે જણાવ્યું કે 'હું મતદાન નથી કરતો કારણ કે મારો મત નિરર્થક જાય. મતદાન જાટ, મુસ્લિમ, યાદવ અથવા અનુસૂચિત જાતિના નામ પર થાય છે. લોકતંત્ર આનું નામ નથી, હું શું કામ ઢોરોની હરોળમાં ઉભો રહીને પોતાનો મત વેડફૂં?'

પોતાના ધર્મનિરપેક્ષ વિચારો પર અભિમાન કરતા કાત્જૂએ જણાવ્યું કે સાંપ્રદાયિક શક્તિઓની સામે છે. તેમણે જણાવ્યું કે 'અને ધર્મનિરપેક્ષ હોવાના કારણે જો મને કોંગ્રેસી કહેનારાઓને પોતાનો નજરીયો વ્યક્ત કરવાની છૂટ છે.'

English summary
Indians vote in droves like sheep and cattle: Justice Markandey Katju.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X