For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉ. એપીજે અબ્દુલ કલામઃ કમાલના હતા કલામ...ધરોહરના નામે માત્ર બે સૂટકેસ

દેશના યુવાઓના દિલ પર રાજ કરનારા મિસાઈલમેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ છે.

|
Google Oneindia Gujarati News

દેશના યુવાઓના દિલ પર રાજ કરનારા મિસાઈલમેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ છે. માથાથી પગ સુધી લોકો માટે પ્રેરણાસ્ત્રોત રહેલા કલામ સાહેબની દરેક વાત નિરાળી હતી. મહાત્મા ગાંધી બાદ લોકો માટે પૂજનીય બનેલા કલામ વિશે કહેવાય છે કે તે કુરાન અને ભગવદ ગીતા બંનેનું અધ્યયન કરતા હતા.

કર્મોમાં ગીતા અને બોલીમાં કુરાનની મિઠાશ..

કર્મોમાં ગીતા અને બોલીમાં કુરાનની મિઠાશ..

આના કારણે જ તેમના કર્મોમાં ગીતાની અસર અને બોલીમાં કુરાનની મિઠાશ જોવા મળતી હતી. સાદુ જીવન અને ઉચ્ચ વિચારોને માનનારા કલામ સાહેબના જીવન સાથે જોડાયેલા ઘણા બધા કિસ્સા છે જે દરેક પળે નવી વાતો વિચારવા પ્રેરણા આપે છે. આવો જ એક રોચક કિસ્સો છે તેમના રાષ્ટ્રપતિ ભવન જવાનો.

ધરોહરના નામ પર હતા માત્ર બે સૂટકેસ

ધરોહરના નામ પર હતા માત્ર બે સૂટકેસ

ડૉ. એપીજે અબ્દુલ કલામને જ્યારે રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા ત્યારે તેમના સ્વાગતમાં રાષ્ટ્રપતિ ભવનને ખૂબ શણગારવામાં આવ્યુ. તમામ તૈયારીઓ એ વિચારીને કરવામાં આવી કે નવા રાષ્ટ્રપતિનો સામાન વ્યવસ્થિત રીતે રાખી શકાય. કારણકે દરેકને અપેક્ષા હતી કે દેશના રાષ્ટ્રપતિ પાસે ઓછામાં ઓછો એક ટ્રક ભરીને સામાન તો હશે પરંતુ આનાથી ઉલ્ટુ જ થયુ કારણકે કલામ સાહેબ રાષ્ટ્રપતિ ભવનમાં માત્ર બે સૂટકેસ લઈને પહોંચ્યા હતા અને આ તેમની આખી જીંદગીની ધરોહર હતી.

કલામ સાહેબે કમાયુ તે દાન કરી દીધુ...

કલામ સાહેબે કમાયુ તે દાન કરી દીધુ...

વૈજ્ઞાનિકથી લઈને રાષ્ટ્રપતિ સુધીની સફર પસાર કર્યા બાદ પણ કલામે એક પણ સંપત્તિ પોતાના નામ પર ના લીધી. જે હતુ તે પણ દાન કરી દીધુ. જીવનભર કલામ સાહેબે જ્યાં પણ નોકરી કરી ત્યાંના ગેસ્ટ હાઉસ કે સરકારી આવાસમાં જીવન વ્યતિત કર્યુ. આખી જીંદગી શિક્ષણ અને દેશના નામે કરનારા કલામ સાહેબને બાળકો પ્રત્યે અપાર પ્રેમ હતો અને આ સંયોગ જ હતો કે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધી ત્યારે તે બાળકોને જ જ્ઞાનના પાઠ ભણાવી રહ્યા હતા.

ખાસ વાતો

ખાસ વાતો

• તેમનુ પૂરુ નામ અવુલ પકિર જૈનુલાઅબદીન અબ્દુલ કલામ હતુ.
• તેમનો જન્મ 15 ઓક્ટોબર, 1931 ના રોજ રામેશ્વરમ, તમિલનાડુમાં થયો હતો.
• તેઓ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, જાણીતા વૈજ્ઞાનિક અને એન્જિનિયર રૂપે દેશમાં ઓળખાતા હતા.
• બાળકોને ખૂબ પ્રેમ કરનારા એપીજે અબ્દુલ કલામે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા હતા.
• તેઓ ભારતીય ગણતંત્રના 11 માં રાષ્ટ્રપતિ હતા.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન

• સ્વભાવથી ખૂબ જ હસમુખ અને કવિતાઓના શોખીન 1962 માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનમાં આવ્યા હતા.
• ડૉક્ટર અબ્દુલ કલામને પ્રોજેક્ટ ડાયરેક્ટર રૂપે ભારતનો પહેલો સ્વદેશી ઉપગ્રહ (એસ એલ વી ત્રીજો) મિસાઈલ બનાવવાનો શ્રેય મળ્યો.
• 1980 માં તેમણે રોહિણી ઉપગ્રહને પૃથ્વીની કક્ષાથી નજીક સ્થાપિત કર્યો હતો ત્યારબાદ જ ભારત પણ આંતરરાષ્ટ્રીય ક્લબનું સભ્ય બની ગયુ.
• ઈસરો લોન્ચ વ્હીકલ પ્રોગ્રામને આગળ વધારવાનું શ્રેય પણ તેમને જ આપવામાં આવે છે.
• ડૉક્ટર કલામે સ્વદેશી લક્ષ્ય ભેદી (ગાઈડેડ મિસાઈલ્સ) ને ડિઝાઈન કર્યુ.

વિજ્ઞાન સલાહકાર

વિજ્ઞાન સલાહકાર

• તેમણે અગ્નિ તેમજ પૃથ્વી મિસાઈલ્સને સ્વદેશી ટેકનિકથી બનાવી હતી.
• ડૉક્ટર કલામ જુલાઈ 1992 થી ડિસેમ્બર 1999 સુધી સંરક્ષણ મંત્રીના વિજ્ઞાન સલાહકાર તથા સુરક્ષા શોધ અને વિકાસ વિભાગના સચિવ હતા.
• તેમણે સ્ટ્રેટેજીક મિસાઈલ્સ સિસ્ટમનો ઉપયોગ આગ્નેયાસ્ત્રોના રૂપમાં કર્યો. આ પ્રકારે પોખરણમા બીજી વાર ન્યૂક્લિયર વિસ્ફોટ પણ પરમાણુ ઉર્જા સાથે કર્યો.
• આ રીતે ભારતે પરમાણુ હથિયારના નિર્માણની ક્ષમતા પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી.
• ડૉક્ટર કલામે ભારતના વિકાસ સ્તરને 2020 સુધી વિજ્ઞાન ક્ષેત્રમાં અત્યાધુનિક કરવા માટે એક વિશિષ્ટ વિચાર પ્રદાન કર્યો.

ભારત રત્નથી સમ્માનિત કરાયા

ભારત રત્નથી સમ્માનિત કરાયા

• તેઓ ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પણ રહી ચૂક્યા છે.
• 1982 માં તે ભારતીય રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંસ્થામાં ફરીથી નિર્દેશક તરીકે આવ્યા અને તેમણે પોતાનુ બધુ ધ્યાન ‘ગાઈડેડ મિસાઈલ' ના વિકાસ પર કેન્દ્રિત કર્યુ.
• જુલાઈ 1992 માં તેઓ ભારતીય રક્ષા મંત્રાલયમાં વૈજ્ઞાનિક સલાહકાર નિયુક્ત થયા. તેમની દેખરેખમાં ભારતે 1998 માં પોખરણમાં પોતાનું બીજા સફળ પરિક્ષણ કર્યુ અને પરમાણુ શક્તિથી સંપન્ન રાષ્ટ્રોની યાદીમાં શામેલ થયા.
• કલામને 1989 માં પ્રશાસકીય સેવા ક્ષેત્રમાં પદ્મભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા. ડૉક્ટર કલામને ભારતના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી 1997 માં સમ્માનિત કરવામાં આવ્યા.

English summary
It is 3rd death anniversary of Dr Avul Pakir Jainulabdeen Abdul Kalam, a renowned scientist, a beloved President and above all, a great teacher.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X