For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kanjhawala Case: યુવતી કારની અંદર હોવાના પુરાવા નહિ, FSLએ યૌન શોષણની વાત ફગાવી

દિલ્લીના કાંઝાવાલા કેસમાં એફએસએલે યુવતી કારની અંદર હોવાના કોઈ પુરાવા નથી તેમ જણાવ્યુ અને યૌન શોષણની થિયરી ફગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Kanjhawala Case: ન્યૂ યરની રાતે દિલ્લીના સુલતાનપુરીના કાંઝાવાલા વિસ્તારમાં 20 વર્ષીય યુવતીની સ્કૂટીને કાર સવાર યુવકોએ ટક્કર મારી અને કારના પૈડામાં ફસાયેલી યુવતીને ઘણા કિલોમીટર સુધી ઢસડતા રહ્યા. જેના કારણે આખરે તેનુ મોત થઈ ગયુ. યુવતીનો મૃતદેહ જ્યારે મળ્યો ત્યારે તેના ઉપર કોઈ કપડાં નહોતા માટે યૌન શોષણની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જો કે હવે ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી દિલ્લી(એફએસએલ)એ પ્રારંભિક તપાસમાં યૌન શોષણનો ઈનકાર કરી દીધો છે.

kanjhawala case

ફૉરેન્સિક સાયન્સ લેબોરેટરી દિલ્લી(એફએસએલ ટીમના જણાવ્યા મુજબ કારની અંદર વિસ્તારથી તપાસ કરવામાં આવી, જેમાં યુવતીના કારની અંદર હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. એફએસએલના જણાવ્યા મુજબ આરોપીની કારની પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે મહિલા વાહનના આગળના ડાબા વ્હીલમાં ફસાઈ ગઈ હતી. મોટા ભાગના લોહીના ડાઘ આગળના ડાબા વ્હીલ પાછળ જોવા મળ્યા હતા. કારના તળિયે બીજા ભાગો પર લોહીના ડાઘ પણ જોવા મળ્યા હતા. લેબે વધુમાં જણાવ્યુ કે કારની અંદર યુવતી હાજર હોવાના કોઈ પુરાવા હજુ મળ્યા નથી. કારમાં સવાર આરોપીઓના લોહીના નમૂના પણ વિગતવાર તપાસ માટે એફએસએલમાં પહોંચ્યા છે.

તમને જણાવી દઈએ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનુ કારણ પણ અકસ્માત દર્શાવવામાં આવ્યુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અંજલિને તેના માથા, કરોડરજ્જુ અને ડાબા ફીમરમાં ઈજાઓ થઈ હતી. પોસ્ટમોર્ટમ કરનાર ડૉકટરોએ પણ જાતીય શોષણનો ઇનકાર કર્યો હતો. તેમણે તેમના અહેવાલમાં સ્પષ્ટપણે લખ્યુ છે કે મૃત્યુનુ કારણ ગંભીર ઈજાઓ હતી, જે કારની ટક્કર અને ઢસડાવાના કારણે થઈ હતી.

યુવતીના મોત પછી તેની માતા સંપૂર્ણપણે ભાંગી પડી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે જ્યારે તેની પુત્રી ઘરની બહાર ગઈ ત્યારે તેણે ઘણા કપડા પહેર્યા હતા, જ્યારે તેના શબ પર એક પણ કપડુ નહોતુ. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે તેમની દીકરી સાથે શું થયુ હતુ? આ પછી યૌન શોષણની થિયરી બની હતી. જોકે હવે બંને રિપોર્ટ્સ પરથી સ્પષ્ટ થઈ ગયુ છે કે યુવતીનુ મોત કારની નીચે આવી જવાથી થયુ હતુ.

તમને જણાવી દઈએ કે ઘટના બાદ મૃતક યુવતીની દોસ્ત નિધિએ એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યુ કે અંજલિ નશામાં હતી તો પણ તેણે ડ્રાઈવિંગ કરવાની જીદ કરી. તેણે કહ્યુ કે હોટલમાં આ બાબતે અમારી વચ્ચે ઝઘડો થયો હતો, જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. નિધિએ પોલીસને જણાવ્યુ કે અંજલિએ તેને ધમકી આપી હતી કે જો તે તેને સ્કૂટર ચલાવવા માટે નહીં આપે તો તે સ્કૂટી પરથી કૂદી જશે.

English summary
Kanjhawala Case: No evidence that girl present inside the car according to FSL
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X