For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છ: BSFની માહિતી પાકિસ્તાન મોકલતા જવાનની ગુજરાત ATSએ કરી ધરપકડ

કચ્છમાં સરહદની જાસૂસી કરતા જવાન ઝડપાયો છે. જમ્મુ-કાશ્મીરનો જવાન કચ્છના ગાંધીધામ BSF બટાલિયનમાં તૈનાત હતો અને BSFની માહિતી મોબાઈલ દ્વારા પાડોશી દુશ્મન દેશને પહોંચાડતો હતો, જેના બદલામાં પૈસા મેળવતો હતો. ગુજરાત ATSએ BSFના આ

|
Google Oneindia Gujarati News

કચ્છમાં સરહદની જાસૂસી કરતા જવાન ઝડપાયો છે. જમ્મુ-કાશ્મીરનો જવાન કચ્છના ગાંધીધામ BSF બટાલિયનમાં તૈનાત હતો અને BSFની માહિતી મોબાઈલ દ્વારા પાડોશી દુશ્મન દેશને પહોંચાડતો હતો, જેના બદલામાં પૈસા મેળવતો હતો. ગુજરાત ATSએ BSFના આ જવાનને ઝડપી પાડ્યો છે અને કચ્છ બોર્ડર પર કેમ જાસૂસી કરી રહ્યો હતો, તે જાણવા માટે તપાસ કરી રહી છે.

ATS

ATSના અધિકારીઓને આધારભુત અને વિશ્વસનીય સુત્રો તરફથી હકીકત બાતમી મળી હતી કે સજ્જાદ ઉર્ફે મોહમંદ ઇમ્તિયાઝ હાલમાં BSF બટાલિયન 74માં "એ" કંપનીમાં ગાંધીધામ કચ્છ ખાતે ફરજ બજાવે છે. તે બી.એસ.એફ.ની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દુશ્મન દેશમાં મોકલી તેના બદલામા પૈસા મેળવી દેશ વિરોધી પ્રવૃત્તી આચરતો હતો.

ATSના એસ.પી ઇમ્પિયાઝ શેખે બાતમીના આધારે ગુપ્ત રીતે તપાસ કરતા સજ્જાદ 2012માં બી.એસ.એફમાં જોડાયો તથા જુલાઈ 2021થી ગાંધીધામ ખાતે બટાલીયન 74ની "એ" કંપનીમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે ગુપ્ત માહિતી લીક કરવા વપરાયેલા મોબાઈલ નંબર પણ તેનું જ આઈ.ડી પ્રૂફ આપીને લેવાયું હતું.

English summary
Kutch: Gujarat ATS arrested a jawan for sending BSF information to Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X